Gujarati News

Gujarati News

News of Thursday, 30th December 2021

પરમાણુ વાટાઘાટોને લઈને ઈરાને ત્રણ ઉપકરણોને અવકાશમાં લઇ જનાર સેટેલાઇટ કેરિયર સાથે રોકેટ લોંચ કર્યું

નવી દિલ્હી  : પરમાણુ વાટાઘાટોને લઈને ચાલી રહેલી વાતચીત વચ્ચે ઈરાને ત્રણ ઉપકરણોને અવકાશમાં લઈ જનાર સેટેલાઈટ કેરિયર સાથે એક રોકેટ લોન્ચ કર્યું છે. ઈરાનના (Iran) સ્ટેટ ટેલિવિઝન દ્વારા આ માહિતી આપવામાં આવી છે. જો કે, તે સ્પષ્ટ નથી કે કોઈ રોકેટ પૃથ્વીની ફરતે ભ્રમણકક્ષામાં પ્રવેશ્યો છે કે કેમ ? સ્ટેટ ટીવીના ગુરુવારના અહેવાલમાં એ જણાવ્યું નથી કે રોકેટ ક્યારે લોન્ચ (Rocket Launch) કરવામાં આવ્યું હતું અથવા કેરિયર્સ તેમની સાથે કયા કયા ઉપકરણો લાવ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે ઈરાનના પરમાણુ કરારને લઈને વિયેનામાં ચાલી રહેલી વાતચીત વચ્ચે રોકેટ લોન્ચના સમાચાર આવ્યા હતા. યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરીકાએ ઈરાન દ્વારા અગાઉ કરવામાં આવેલા પ્રક્ષેપણ માટે તેને ઠપકો આપ્યો છે. ઈરાની મીડિયાએ નાગરિક અવકાશ કાર્યક્રમ માટે વધુ ઉપગ્રહ પ્રક્ષેપણની યાદી રજૂ કરી છે, જે નિષ્ફળ પ્રક્ષેપણોની શ્રેણીથી ઘેરાયેલા છે. ઈરાનના અર્ધલશ્કરી રિવોલ્યુશનરી ગાર્ડ પોતાનો સમાંતર કાર્યક્રમ ચલાવે છે, જેણે ગયા વર્ષે સફળતાપૂર્વક ઉપગ્રહને ભ્રમણકક્ષામાં મૂક્યો હતો.

(6:41 pm IST)