Gujarati News

Gujarati News

News of Thursday, 30th December 2021

આખા વર્ષ દરમ્યાન થયેલ ઘટનાઓએ આ એકજ ફોટોમાં રજૂ કરવામાં આવી

નવી દિલ્હી: આ વર્ષની દુનિયાભરમાં લેવાયેલી સૌથી ધ્યાનાકર્ષક તસવીરોમાંથી પસંદ કરીને 15 અહીં રજૂ કરવામાં આવી છે, જેમાં યુએસ કૅપિટોલ ખાતે થયેલાં તોફાનો અને કાબુલમાં લેવાયેલી વિમાનની તસવીરનો સમાવેશ થાય છે. કૅલી ગ્રોવિયર કહે છે કે આ તસવીરો કોઈ કલાના નમૂના માફક છે. તુવાલુ ટાપુ રાષ્ટ્રના વિદેશમંત્રી સિમોન કોફેએ ગ્લાસગો ખાતે યોજાયેલી સંયુક્ત રાષ્ટ્રસંઘની ક્લાઇમેટ વિશેની કૉન્ફરન્સમાં પોતાનું વક્તવ્ય આપવાનું હતું ત્યારે દરિયાના પાણીમાં ઊભા રહીને ભાષણ આપ્યું હતુંતુવાલુ ટાપુ રાષ્ટ્રના વિદેશમંત્રી સિમોન કોફેએ ગ્લાસગો ખાતે યોજાયેલી સંયુક્ત રાષ્ટ્રસંઘની ક્લાઇમેટ વિશેની કૉન્ફરન્સમાં પોતાનું વક્તવ્ય આપવાનું હતું ત્યારે દરિયાના પાણીમાં ઊભા રહીને ભાષણ આપ્યું હતું. આ રીતે તેમણે દરિયાની વધતી સપાટીને કારણે પોતાના દેશ જેવા નીચી સપાટીએ આવેલાં ટાપુ રાષ્ટ્રો સામે કેવો ખતરો છે તેના તરફ દુનિયાનું ધ્યાન દોર્યું હતું. કોફેએ કહ્યું, "આપણી આસપાસ દરિયાનું પાણી વધતું જાય ત્યારે આપણે થંભીને ઊભા રહી જવાના નથી." પાણી વચ્ચે ઊભા રહીને તેમણે સંકટ વિશે વાત કરી તેના કારણે સૌને એ દૃશ્યો તાદૃશ થયાં જેમાં દરિયાનાં ઊછળતાં મોજાંને કારણે જોખમમાં આવી ગયેલી પ્રજાની વિમાસણ દેખાઈ રહી હોય.

(6:42 pm IST)