Gujarati News

Gujarati News

News of Thursday, 30th December 2021

પાકિસ્તાનમાં રહેતા 15 લાખ અફઘાનીઓના જીવ મુકાયા સંકટમાં

નવી દિલ્હી: પોતાના દેશને છોડવાની મજબૂરી અને પછી બીજા દેશને અપનાવવા છતાં ત્યાં ખુદને નહીં સ્વીકારવાની પીડા જીવનને મુશ્કેલ બનાવી દે છે. સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટ અનુસાર પાકિસ્તાનમાં લગભગ 15 લાખ અફઘાની પરિવાર વસેલા છે. 80ના દાયકાથી અફઘાન છોડી પાકિસ્તાનમાં શરણાર્થી બનીને આ લોકો જીવન-ગુજરાન કરી રહ્યા છે. ગત 40 વર્ષમાં આ પરિવારોનાં બાળકો અહીં જ જન્મ્યાં અને ઉછર્યાં. આ અફઘાની બાળકોને હજુ પણ નાગરિકતા મળી નથી. આવાં બાળકો મોટી સંખ્યામાં છે. આમ તો પાકિસ્તાનમાં જન્મ લેનારને નાગરિકતાનો અધિકાર છે પણ સ્થાનિક નાગરિકોના દબાણમાં સરકાર અફઘાની બાળકોને નાગરિકતા આપતી નથી. કરાચીમાં રહેતા 24 વર્ષીય અફઘાન શરણાર્થી સલીમનું સપનું ડૉક્ટર બનવાનું હતું પણ તેને કોઇ મેડિકલ કોલેજમાં એડમિશન ન મળ્યું. આજે સલીમ લેબ ટેક્નિશિયન બની રોજગાર મેળવી રહ્યો છે. દસ્તાવેજના અભાવે તેને અન્યોની તુલનાએ ઓછો પગાર મળે છે. અફઘાન શરણાર્થીઓએ અધિકારીઓને લાંચ આપવી પડે છે. કેમ કે નાગરિકતા વિના નોકરી કરવા બદલ તેમને ગમે ત્યારે અફઘાન મોકલી શકાય છે.

(6:42 pm IST)