Gujarati News

Gujarati News

News of Thursday, 30th December 2021

દુબઈમાં ઘરમાં બાલ્કનીને લઈને આપવામાં આવ્યો આ મહત્વનો નિર્ણય

નવી દિલ્હી  : ભારતમાં અગાસી કે ઘરની બાલ્કનીમાં કપડા સુકવવા બહુ સામાન્ય વાત છે.જોકે હવે પર્યટકોના ફેવરિટ ગણાતા દુબઈ શહેરમાં બાલ્કનીમાં કપડા સુકવવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. દુબઈ કોર્પોરેશને નાગરિકોને ટ્વિટ કરીને જણાવ્યુ છે કે, તમારી બાલ્કનીનો ખોટો ઉપયોગ ના કરો અને એવુ કંઈ ના કરો જેનાથી બાલ્કની ખરાબ ના થાય.આ ટ્વિટમાં નિયમોની સાથે સાથે તેના ભંગ બદલ થનારા દંડની જાણકારી આપવામાં આવી છે. દુબઈ નગરપાલિકાએ વધુમાં જાણકારી આપી છે કે, કપડા સુકવવાની સાથે સાથે બાલ્કનીમાંથી કચરો ફેંકવા પર, બાલ્કની ધોતી વખતે પાણી નીચે પડયુ તો દંડ કરવામાં આવશે.બાલકનીમાં એન્ટેના અને ડિશ પણ લગાવી નહીં શકાય. નહીંતર દંડ ભરવા માટે તૈયારી રાખવી પડશે. દુબઈ કોર્પોરેશને નિયમોના ભંગ બદલ 500 થી 1000 દિરહામ દંડ વસુલવાની ચેતવણી લોકોને આપી છે.

 

 

(6:43 pm IST)