Gujarati News

Gujarati News

News of Thursday, 30th December 2021

ભારતના રાફેલ ફાઇટરથી ગભરાયેલ પાકિસ્તાને ચીન પાસેથી 25 જે 10 ફાઈટર જેટ્સ ખરીદ્યા

નવી દિલ્હી: ભારતના રાફેલ ફાઈટર જેટથી ગભરાયેલા પાકિસ્તાને ચીન પાસેથી રાતોરાત 25 જે-10 ફાઈટર જેટસ ખરીદયા છે. પાકિસ્તાનના ગૃહ મંત્રી શેખ રાશીદે જાણકારી આપતા કહ્યુ હતુ કે, આ તમામ વિમાનો 23 માર્ચે પાકિસ્તાન દિવસની ઉજવણીમાં ભાગ લેશે.ચીનનો દાવો છે કે, આ વિમાનો દુનિયાના સૌથી શ્રેષ્ઠ લડાકુ વિમાનો પૈકીના એક છે. જોકે પાકિસ્તાનના એક સાંસદ તેની ક્ષમતા પર સવાલ ઉઠાવી ચુકયા છે.એવુ મનાઈ રહ્યુ છે કે, ચીનના દબાણના કારણે પાકને આ વિમાનો ખરીદવા પડયા છે.જે વિમાનો પાકે ખરીદયા છે જે-10સી વિમાનો દરેક પ્રકારના હવામાનમાં ઉડાન ભરવા માટે સક્ષમ છે.ચીને પોતે તેને 2006માં પોતાની વાયુસેનામાં સામેલ કર્યા હતા.જાપાનનુ અનુમાન છે કે, ચીન હાલમાં 468 આવા વિમાનોનો ઉપોયગ કરી રહ્યુ છે. દરમિયાન પાક સાંસદ અને પાકિસ્તાની મુસ્લિમ લીગના નવાઝ જૂથના નેતા ડોકટર અફનાન ખાનનુ કહેવુ છે કે, પાકિસ્તાન પાસે પહેલેથી જ આ પ્રકારના જે-10 વિમાનો છે અને નવા વિમાનો તેનુ અપગ્રેડ વર્ઝન છે.ચીનનુ વિમાન જોકે ભારતના રાફેલ વિમાન જેટલુ સારુ નથી.પાકિસ્તાને નવા વિમાન ખરીદવાની જગ્યાએ આ પૈકીમાંથી જેએફ-17ને અપગ્રેડ કરવાની અને પાંચમી પેઢીના લડાકુ વિમાનનુ નિર્માણ કરવાની જરુર છે.

(6:43 pm IST)