Gujarati News

Gujarati News

News of Friday, 31st July 2020

કોરોના વાયરસને લઈને રશિયન વૈજ્ઞાનિકોએ કર્યો અનોખો ખુલાસો

નવી દિલ્હી: કોરોના વાયરસથી બચવા માટે વારંવાર સાબુથી હાથ ધોવાની સલાહ આપવામાં આવે છે.જોકે વાયરસના ફેલાવા અંગે જાત જાતના દાવા થતા આવ્યા છે. હવે રશિયન વૈજ્ઞાનિકોની એક ટીમનુ કહેવુ છે કે, પાણીમાં કોરોના વાયરસ ખતમ થઈ જાય છે.સ્ટડી રશિયાના સ્ટેટ રિસર્ચ સેન્ટર ઓફ વાયરોલોજી એન્ડ બાયોટેકનોલોજી દ્વારા હાથ ધરવામાં આવી હતી.

         વૈજ્ઞાનિકોનો દાવો છે કે, પાણીમાં 72 કલાકની અંદર કોરોના વાયરસ લગભગ ખતમ થઈ જાય છે.રુમના સામાન્ય ટેમ્પરેચર જેટલુ તાપમાન ધરાવતા પાણીમાં 99.9 ટકા કોરોના વાયરસ મરી જાય છે.જ્યારે ઉકળતા પાણીમાં તો કોકરોના વાયરસ સંપૂર્ણ રીતે અને તરત મરી જાય છે.દરિયા અને તાજા પાણીમાં વાયરસ વધતો નથી.

(5:57 pm IST)