Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

ખેડૂતો હજુ 8 મહિના આંદોલન ચલાવશે:10 મે સુધી ઘઉનો પાક લણી લીધા બાદ આંદોલન જોર પકડશે : રાકેશ ટિકૈત

10 એપ્રિલે કુંડલી-માનસર-પલવલ એક્સપ્રેક્સ વે બ્લોક કરાશે : સંસદ તરફ આગેકૂચ કરવાની તારીખ થોડા વખતમાં નક્કી કરાશે

 

નવી દિલ્હી :ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટીકૈતે જણાવ્યું કે હજુ 8 મહિના ખેડૂત આંદોલન ચલાવવું પડશે.

ટીકેતે જણાવ્યું કે ખેડૂતોએ તો આંદોલન લંબાવવું પડશે. જો આંદોલન નહીં થાય તો ખેડૂતોની જમીન જશે. ખેડૂતો 10 મે સુધી ઘઉનો પાક લણી લેશે ત્યાર બાદ આંદોલન જોર પકડશે.

ખેડૂત સંગઠનોની મહત્વની સંસ્થા કિસાન મોરચાએ જણાવ્યું કે સંસદ તરફ આગેકૂચ કરવાની તારીખ થોડા વખતમાં નક્કી કરાશે.

નિયત તારીખે મોરચો રાજધાની દિલ્હી સ્થિત સંસદ ભવનનો ઘેરાવ કરશે. તે ઉપરાંત 10 એપ્રિલે કુંડલી-માનસર-પલવલ એક્સપ્રેક્સ વે પણ 24 કલાક સુધી બ્લોક કરી દેવામાં આવશે.

નિવેદનમાં કહેવાયું કે 300 કરતા પણ વધારે ખેડૂતો શહીદ થયા છે. એનઆરઆઈ લોકો સહાયતા કરી રહ્યાં છે પરંતુ સરકાર દરોડા પાડી રહી છે. સંયુક્ત કિસાન મોરચો તેનો વિરોધ કરે છે અને હવે પછી સહન નહીં કકરે. સરકાર ખેડૂતોની કોઈ સહાયતા કરી રહી નથી. ખેડૂત આંદોલનને પગલે 4 મહિનાથી જીટી રોડ જામ હોવાને કારણે કુંડલી બોર્ડરની આજુબાજુના સ્થાનિકો અકળાયા છે. ખેડૂતો રસ્તો રોકી બેઠા હોવાથી સ્થાનિકોને બહાર આવવા જવામાં ખૂબ તકલીફ પડી રહી છે. એટલે હવે લોકો જીવ પર આવ્યાં છે અને રસ્તો ખુલ્લો કરવાની માગણી કરવા લાગ્યાં છે. કેટલાક રહીશો તથા ગામલોકો એવી પણ ફરિયાદો કરવા લાગ્યા છે કે કેટલાક આંદોલનકારી નશો કરીને ગાડીઓ અને ટ્રેકટરોમાં મોટા અવાજે ગીતો વગાડીને કોલોનીઓ અને ગામડાઓમાં ફરી રહ્યાં છે
સંયુક્ત કિસાન મોરચાએ એક નિવેદન બહાર પાડીને જણાવ્યું કે ખેડૂતો ઘેરથી પોતપોતાના વાહન લઈને દિલ્હી બોર્ડરે આવશે. ત્યાર બાદ અહીંથી પદયાત્રા કાઢવામાં આવશે. આગામી થોડા સમયમાં તારીખ નક્કી કરવામાં આવશે.

(9:20 am IST)