Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નહીં : આજે પણ કિંમત સ્થિર

છેલ્લા 10 દિવસમાં ત્રણ વખત પેટ્રોલ ડીઝલની કિંમતમાં ઘટાડો થયો હતો

નવી દિલ્હી : આજે પેટ્રોલ – ડીઝલની કિંમતમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. સરકારી તેલ કંપનીઓએ છેલ્લા 10 દિવસમાં ત્રણ વખત પેટ્રોલ ડીઝલની કિંમતમાં ઘટાડો કરીને આમઆદમીને મોટી રાહત આપી છે. ભાવ ઘટાડા નિર્ણયથી બંને મુખ્ય ઇંધણ થોડા સસ્તા થયા છે. આજે પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થાય છે. વિદેશી મુદ્રા દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ શું છે તેના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ બદલાય છે.

24 માર્ચે પેટ્રોલની કિંમતમાં 18 પૈસા અને ડીઝલના ભાવમાં 17 પૈસાનો ઘટાડો થયો હતો. 25 માર્ચે ડીઝલ 20 પૈસા અને પેટ્રોલ 21 પૈસા સસ્તુ થયું હતું. તો 30 માર્ચ, મંગળવારે પેટ્રોલ 22 પૈસા અને ડીઝલ 23 પૈસા પ્રતિ લીટર સસ્તુ થયું હતું. આ કાપ બાદ પેટ્રોલ લીટર દીઠ 61 પૈસા સસ્તુ થયું છે.

દરરોજ કિંમતો બદલાય છે

દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. નવા દર સવારે 6 વાગ્યાથી લાગુ થાય છે.

(9:54 am IST)