Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

ભારત બાયોટેકને કોરોના વાયરસ વેક્સિનકોવેક્સિનના ત્રીજા ડોઝના ટ્રાયલને મંજૂરી

SECએ પાર્ટિસિપેન્ટ્સને બીજા ડોઝના 6 મહિના પછી ત્રીજો ડોઝ આપવાની મંજૂરી આપી

નવી દિલ્હી : ભારતની ટોચની ડ્રગ રેગ્યુલેટરની એક સબ્જેક્ટ એક્સપર્ટ કમેટી (SEC)એ ભારત બાયોટેકને તેની કોરોના વાયરસ વેક્સિન કોવેક્સિનના ત્રીજા ડોઝના ટ્રાયલને મંજૂરી આપી દીધી છે. અંગ્રેજી સમાચાર પત્ર ધ ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટમાં આ વાતની જાણકારી આપવામાં આવી છે.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, પ્રસ્તાવિક પ્રતિક્રિયામાં SECએ બૂસ્ટર ડોઝ સ્ટડીને ફેઝ 2 ક્લિનિકલ ટ્રાયલના તે પાર્ટિસિપેન્ટ્સ પર કરવાની ભલામણ કરી છે, જેને કોવેક્સીનના બે ડોઝ મળી ચૂક્યા છે. SECએ પાર્ટિસિપેન્ટ્સને બીજા ડોઝના 6 મહિના પછી ત્રીજો ડોઝ આપવાની મંજૂરી આપી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભારત બાયોટેકે ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદ અને રાષ્ટ્રીય વિષાણુ વિજ્ઞાન સંસ્થાઓ સાથે મળીને કોવેક્સીનને વિકસિત કરવામાં આવી છે.

દેશભરમાં ચાલી રહેલા કોરોના વાયરસ રસીકરણ અભિયાનમાં ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની કોવિશીલ્ડ ઉપરાંત કોવેક્સીનનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે

(10:33 am IST)