Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

મહારાષ્ટ્રમાં રોજેરોજ કોરોના રેકર્ડબ્રેક કરતો જાય છે, સવાર સુધીમાં ૪૩,૧૮૩ કેસ

મુંબઈ અને પૂણેમાં ૮૬૪૬ અને ૮૦૨૫ કેસ: થાણેમાં ૪૭૯૫ કેસ અને  નાગપુરમાં ૩૬૩૦ નવા કેસ સાથે હાહાકાર: છત્તીસગઢ ૪૬૧૭: કર્ણાટક ૪૨૩૪: પંજાબ ૩૧૬૧: કર્ણાટકના બેંગ્લોર એકલામાં ૨૯૦૬ નવા કોરોના કેસ: તમિલનાડુ ૨૮૧૭: કેરળ ૨૭૯૮: દિલ્હીમાં પણ ઓલટાઇમ હાઇ ૨૭૯૦: ઉત્તર પ્રદેશમાં પણ કેસો વધવા લાગ્યા ૨૫૮૯ કેસ: મધ્યપ્રદેશમાં પણ ઉછાળો આવ્યો ૨૫૪૬ કેસ: ગુજરાતમાં ફરી એક વખત ૨૪૧૦ ની નવી સપાટીએ કોરોના પહોંચ્યો: આંધ્રપ્રદેશમાં જમ્પ મારી કોરોના ૧૨૭૧ ઉપર પહોંચ્યો: પશ્ચિમ બંગાળમાં બેફામ રેલીઓ અને સભાઓ યોજાઈ રહી છે ત્યાં ફટાફટ કેસો વધવા લાગ્યા અને આંકડો ૧૨૭૪ થયો: ક રાજસ્થાન ૧૩૫૦: હરિયાણા ૧૬૦૯: યુપીની રાજધાની લખનૌ એકલામાં ૯૩૫ કેસ:  અમદાવાદમાં ૬૧૩, સુરતમાં ઘટીને ૪૬૪ કેસ, વડોદરા ૨૯૨ અને રાજકોટ ૧૭૯ કોરોના કેસ નોંધાયા છે: જો કે વાસ્તવિક આંક ખૂબ મોટો હોવાની ભારે ચર્ચા: સૌથી ઓછા આસામમાં ૫૮ કોરોના કેસ બહાર આવ્યા

(11:09 am IST)