Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

' જીન થેરાપી ' : આંખોની દ્રષ્ટિ ગુમાવી બેઠેલા લોકો માટે ખુશખબર : આંખમાં ઇન્જેક્શન આપી અમુક સમય પછી ગુમાવેલી દ્રષ્ટિ પાછી મેળવવાના જનીન ઉપચારને મળેલી પ્રાયોગિક સફળતા

યુ.એસ. : આંખોની દ્રષ્ટિ ગુમાવી બેઠેલા લોકો માટે ખુશખબર છે.નવી શોધાયેલી જિન થેરાપીને પ્રાયોગિક ધોરણે સફળતા મળી છે.જે મુજબ એક અંધ દર્દીને તેની આંખમાં એક જનીન ઉપચાર માટેનું ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું. જેને એકાદ વર્ષ પછી તેની  દ્રષ્ટિ પછી મળી હતી.

નેચર મેડિસિન જર્નલમાં ગુરુવારે પ્રકાશિત થયેલા સંશોધન લેખ મુજબ વારસામાં આવેલો આંખનો રોગ કે જે જીવનની શરૂઆતમાં અંધત્વનું કારણ બને છે, તેને હટાવવા માટે  ' જીન થેરાપી ' નો ઉપયોગ કરવામાં આવે છે. જે માટેની સારવારમાં રિબોન્યુક્લીક એસિડ (આરએનએ) પરમાણુઓનો ઉપયોગ કરવામાં આવે છે જે કોષોમાં ઘુસણખોરી કરી શકે છે અને  જન્મજાત એટલેકે વારસામાં આવેલા આંખના રોગને વિરુદ્ધ દિશામાં પાછો વાળી  શકે છે . અને રસપ્રદ વાત એ છે કે, યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા સ્કૂલ ઓફ મેડિસિનના સંશોધકોએ આ ઉપચારની  લાંબા ગાળાની અસરો મોટા ભાગે આકસ્મિક રીતે જ શોધી કાઢી  હતી.

 સંશોધન લેખમાં જણાવાયા મુજબ જન્મજાત આંખના રોગ  પાછળનું કારણ એ છે કે આ રોગ CEP290 પ્રોટીન બનતા  અટકાવે છે, જે આંખના પડદા માટે નિર્ણાયક છે. જનીન સારવાર દરમિયાન આર.એન.એ. નો પ્રવાહ આ CEP290 પ્રોટીનને અટકાવી દેતી કામગીરી ઉપર નિશાન સાધે છે. અને તેની કામગીરી પરિવર્તિત કરી સીઇપી 290 ઉત્પાદનને ચાલુ કરે છે .આ પ્રક્રિયા મહિનાઓ સુધી ચાલુ રહે છે.

 

સંશોધનકારોએ આ જનીન ઉપચારના પરિણામોની તપાસ સૌપ્રથમ 2019 માં કરી હતી . જેના અભ્યાસ અંગે  એક અખબારી અહેવાલમાં જણાવ્યા મુજબ અગાઉના પ્રયોગમાં જ્યાં દર ત્રણ મહિને દર્દીઓને આરએનએ ના  ઇન્જેક્શન આપવામાં આવતા હતા.તે દર્દીઓએ તેમની દ્રષ્ટિમાં સતત સુધારો જોયો કારણ કે આર.એન.એ. ફરી વારંવાર ભરવામાં આવતું હતું.પરંતુ એક દર્દીને  ફક્ત એક પ્રારંભિક ઇન્જેક્શન મળ્યું અને પછી તેની સંભવિત આડઅસરોએ અમારું ધ્યાન દોર્યું .

પરંતુ હકીકતમાં આ એક નસીબદાર વિરામ હતો. નવા સંશોધન  અંતર્ગત તે એકલા દર્દી પર  જ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું . અને જોવા મળ્યું કે  આંખોની રોશની ખરેખર ઈન્જેક્શન પછીના બે મહિના પછી પહોંચી અને 15 મહિના સુધી તેની પ્રક્રિયા ચાલુ રહી હતી. આ લાંબા ગાળાની અસર કે જે અન્ય દર્દીઓની વારંવારની સારવાર દ્વારા ઢંકાઈ ગઈ હતી.

સંશોધક લેખકો પ્રેસ રિલીઝમાં સમજાવે છે કે આરએનએ આધારિત આ જિન થેરાપી આંખોના રોગોના ઉપચાર ક્ષેત્રે એક બહુ મોટી નિશાની છે. આ લાંબા ગાળાની સારવાર અને વારંવારના ઇન્જેક્શનો સંશોધકોને તેમના પોતાના જનીન ઉપચારની શોધખોળ કરવાનો આશાસ્પદ માર્ગ આપશે.
ભાવિ વાચક તરીકે, અમે તમને વિશ્વવ્યાપી સમાન વૈજ્ઞાનિક લોકો સાથે ભાવિ વિજ્ઞાન અને ટેક્નોલોજી પર ચર્ચા કરવા અમારી પેરેન્ટ કંપનીના પ્લેટફોર્મ  સિંગ્યુલરિટી ગ્લોબલ કમ્યુનિટિમાં જોડાવા આમંત્રણ આપીએ છીએ.જેમાં વિનામૂલ્યે જોડાઈ શકાય છે. જે માટે futurism.com/neoscope/gene-therapy દ્વારા સંપર્ક સાધી શકાશે તેવું NEOSCOPE દ્વારા જાણવા મળે છે.

(12:19 pm IST)