Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

દિલ્હીમાં એક જ પરિવારના ૪ લોકોના મૃતદેહો મળ્યા

નવી દિલ્હી : રાજધાનીના રોહીણી વિસ્તારમાં એક જ પરિવારના ૪ લોકોના મૃતદેહો મળતા ચકચાર મચી ગઇ છે. જેમાંથી યુવક ફંદામાં લટકેલો મળેલ જયારે પત્નિ અને બે બાળકો રૂમમાં મૃત મળેલ.પોલીસે જણાવેલ કે ધીરજ રોહીણીના નાહરપુરનો રહેવાસી છે અને ડીટીસીમાં બસ ડ્રાયવર હતો તેનું ત્રણ માળનું મકાન હતું. આશંકા છે કે તેણે પહેલા પત્નીને મારી નાખેલ, ત્યાર બાદ બે બાળકોના જીવ લઇ પોતે ફાંસીના ફંદે લટકી ગયેલ.

(12:45 pm IST)