Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

પુંડુચેરી ચૂંટણી : આધાર કાર્ડ સાથે જોડાયેલા નંબર ઉપર બીજેપીના મેસેજ આવે છે : પાર્ટી પાસે લોકોના આધાર કાર્ડ સાથે જોડાયેલા નંબર ક્યાંથી આવ્યા ? : UADAI એ માહિતી લીક કર્યાનો આક્ષેપ થતા મદ્રાસ હાઇકોર્ટે પુંડુચેરી બીજેપી તથા UADAI નો ખુલાસો માંગ્યો

ચેન્નાઇ : ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના પુડ્ડુચેરી યુનિટ દ્વારા આધાર વિગતોનો દુરુપયોગ કરવામાં આવ્યો હોવાની જાહેર હિતની અરજી  મદ્રાસ હાઇકોર્ટમાં થઇ છે. જેના અનુસંધાને ગઈકાલ 1 એપ્રિલના રોજ સુનાવણી શરૂ કરવામાં આવી હતી.

 ચીફ જસ્ટિસ સંજીબ બેનર્જી અને જસ્ટિસ સેન્થિલકુમાર રામામૂર્તિની બેંચે અવલોકન કર્યું હતું કે,રાજકીય પક્ષ દ્વારા ઇલેક્ટ્રોનિક મીડિયા પર બલ્ક  એસએમએસ / સંદેશા / અવાજ સંદેશા મોકલવામાં આવ્યા હતા .જે ઈલેક્શન કમિશ્નરની મંજૂરી લીધા વિના મોકલવામાં આવ્યા હતા.

કોર્ટ સમક્ષ હાજર થતાં ભાજપના પુડ્ડુચેરી યુનિટે  રજૂઆત કરી કે તેણે યુઆઈડીએઆઈ પાસેથી માહિતી મેળવી નથી, પરંતુ પોતાના કાર્યકરો પાસેથી મેળવી હતી.

નામદાર  કોર્ટે જવાબને  'સંપૂર્ણ અસ્વીકાર્ય' હોવાનું માની લીધું છે કે આવી માહિતી કાર્યાકર્તાઓ દ્વારા મેળવવામાં આવી હોય તે પણ યુઆઈડીએઆઈની અનિયમિતતા ગણાશે.જે માટે તેણે જવાબ આપવો જરૂરી છે.

આગામી સુનાવણી 21 જૂનના રોજ રાખવામાં આવી છે.તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.

(2:10 pm IST)