Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

પૂણેમાં કાલથી ૧૨ કલાકના નાઈટ કર્ફયુનું એલાનઃ હોટલ, રેસ્ટોરન્ટ અને બાર બંધ રહેશે

કોરોનાના કેસ વધતા તંત્રને આકરો નિર્ણય લેવાની ફરજ પડીઃ ધાર્મિક સ્થળો પણ બંધ રહેશે

મુંબઈ, તા. ૨ :. દેશમાં કોરોનાની નવી લહેરથી સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્રના પૂણેમાં નાઈટ કર્ફયુનુ એલાન કરવામાં આવ્યુ છે. શનિવારે ૩ એપ્રિલથી આ ફેંસલો લાગુ થશે અને આવતા શુક્રવારે તેની સમિક્ષા થશે. સાંજે ૬ થી સવારે ૬ સુધી નાઈટ કર્ફયુ લાગુ રહેશે. દેશના અનેક શહેરોમાં લાગેલા નાઈટ કર્ફયુના મુકાબલે આ સૌથી લાંબો કર્ફયુ હશે. પૂણેના ડિવીઝનલ કમિશ્નર સૌરભ રાવએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યુ હતુ કે આવતા ૭ દિવસ સુધી બાર, હોટેલ, રેસ્ટોરન્ટ બધુ બંધ રહેશે. આ સિવાય લગ્ન અને અંતિમ સંસ્કાર સિવાય કોઈ જાહેર કાર્યક્રમો યોજી નહિ શકાય. લગ્નમાં ૫૦થી વધુ અને અંતિમ સંસ્કારમાં ૨૦થી વધુ લોકો એકઠા થઈ નહિ શકે. આ દરમિયાન તમામ ધાર્મિક સ્થળો પણ સંપૂર્ણ રીતે બંધ રહેશે.

છત્તીસગઢના દુર્ગમાં ૬ એપ્રિલથી ૧૪ એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉન જાહેર

નવી દિલ્હીઃ છત્તીસગઢના દુર્ગમાં ૬ એપ્રિલથી ૧૪ એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉન લાગુ રહેશે. લોકડાઉન વખતે જે નિયમો હતા તે નિયમોનું પાલન કરવુ પડશે. કોરોનાના વધતા કેસ વચ્ચે આ નિર્ણય લેવાયો છે.

(3:09 pm IST)