Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

મહારાષ્ટ્રમાં કોરોના કહેર વચ્ચે લોહી ખૂટયું: મંત્રીની યુવાનોને રકતદાન કરવા અપીલ

મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના સતત વધતાં કેસ વચ્ચે બ્લડ બેન્કમાં લોહી ખૂટી પડ્યું છે ત્યારે યુવાનોને રકત દાન કરવાં માટે અપીલ કરવામાં આવી રહી છે.

મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી અને એનસીપી નેતા ડો. જિતેન્દ્રએ યુવાનોને અપીલ કરી છે. તેમણે પોતાના ટ્વિટ એકાઉન્ટથી ટ્વિટ કરીને કહ્યું કે મહારાષ્ટ્રમાં લોહીની કમી થઈ રહી છે. બ્લડ બેન્ક સુકાઈ ગયા છે અને અમારી પાસે માત્ર ૭ કે ૮ દિવસનું જ લોહી બચ્યું છે. સમયની માંગ છે કે લોકો બહાર આવે અને રકત દાન કરે. યુવાનોને અપીલ કરું છું કે સ્વેચ્છા અને નિસ્વાર્થ ભાવથી રકતદાન કરો.

નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં રેકોર્ડબ્રેક કેસ સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં ગુરુવારે કોરોના વાયરસે પોતાનું વિકરાળ સ્વરૂપ દેખાડ્યું અને મુંબઈમાં નવા નોંધાયેલા કેસોએ બધા રેકોર્ડ તોડી નાંખ્યા. ગુરુવારે મહારાષ્ટ્રમાં ૪૩,૧૮૩ નવા કેસ સામે આવ્યા છે જયારે મુંબઈમાં ૮,૬૪૬ કેસ નોંધાયા છે.

(3:23 pm IST)