Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

ઐસા ભી હોતા હૈ

ચોરને ચોરી કરવા જતા થોડા હજાર રૂપિયાની આશા હતી પણ મળ્યા ૭ લાખ તો એટેક આવી ગયો

સાથી હોસ્પિટલ લઇ ગયાઃ ઇલાજમાં લાખોનો ખર્ચ

લખનૌ, તા.૨: ચોરીના બનાવો રોજ બને છે. કયારેક નાની મોટી ચોરી કરી ચોર સંતોષ માની છે, તો કયારેક ઐતિહાસિક કિંમતીવસ્તુ કે રકમની ચોરી થઈ હોવાના સમાચાર ચમકે છે. જોકે, તાજેતરમાં એક એવા અહેવાલ મળ્યા હતા. જયાં ચોરે ઉઠાંતરી કરેલી રકમ જાણીને તેને હાર્ટ એટેક  આવી ગયો હતો.

આ ઘટનામાં ચોરે લૂંટેલા પૈસા તેની અપેક્ષા કરતા વધારે નીકળ્યા હતા. તે ખુશીને સહન કરી શકયો નહી. જેથી તેને હાર્ટ એટેક આવ્યો અને પૈસાનો મોટો ભાગ તેની સારવારમાં વપરાઈ ગયો હતો. આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જયારે કોતવાલી દેહત વિસ્તારમાં ગયા મહિને થયેલી ચોરીના સંદર્ભમાં બુધવારે બે ચોરમાંથી એકની ધરપકડ કરવામાં આવી હતી અને પૂછપરછ દરમિયાન તેણે પોલીસ સમક્ષ કબૂલાત આપી હતી.

આ મામલે બિજનોર પોલીસ અધિક્ષક ધરમ વીરસિંહે જણાવ્યું હતું કે, ૧૬ અને ૧૭ ફેબ્રુઆરીની રાત્રે નવાબ હૈદરના પબ્લિક સર્વિસ સેન્ટરમાં બંને ચોર આવ્યા હતા. રૂ. ૭ લાખ ચોરી થયા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ હતી. પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો હતો.

આ દરમિયાન બુધવારે નગીના પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના અલીપુરથી ૩૦ વર્ષના નૌશાદ અને એજાઝ નામના બે આરોપીઓનો ધરપકડ કરીને આ કેસ સોલ્વ દાવો કર્યો હતો.

થાઈલેન્ડમાં પણ આવો એક કેસ સામે આવ્યો હતો. થાઇલેન્ડના ફેચેબન સેન્ટ્રલ પ્રાંતમાં ૨૨ વર્ષનો શખ્સ ચોરીના ઇરાદે દ્યરમાં દ્યૂસ્યો હતો. પરંતુ તે દ્યટનાસ્થળે જ સુઈ ગયો હતો.

આ ઘટના થાઇલેન્ડના વિચિઅન બ્યુરી ડિસ્ટ્રિકટના મકાનમાં બની છે. પોલીસે જણાવ્યું કે સવારે ૨ વાગ્યાની આસપાસ આતિથ કિન નામનો શખ્સ બારી તોડી ઘરમાં ઘૂસ્યો હતો. તે ખૂબ થાકી ગયો હતો, તેથી એર કન્ડીશનર ચાલુ કરી ઘસઘસાટ સુઈ ગયો હતો, જોકે તે સમયે જાગી શકયો નહીં.

આ મામલે પોલીસ ફરિયાદના દ્યરના માલિકે કહ્યું હતું કે, ચોરે તેની પુત્રીના રૂમમાં પ્રવેશ કર્યો કરી એસી ચાલુ કર્યું હતું. અજાણ્યા શખ્સને તેની પુત્રીના ઓરડામાં સૂતો જોઈને દ્યરના માલિકને શંકા ગઈ હતી. કારણ કે તેની પુત્રી તે રાત્રે હાજર નહોતી. જેથી તેણે તપાસ કરી હતી. તેને અજાણ્યો શખ્સ ધાબળો ઓઢીને શાંતિથી સૂતો જોવા મળ્યો હતો, જેથી તેણે તુરંત પોલીસને જાણ કરી હતી.

(4:05 pm IST)