Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

બોલીવુડના હીમેન -અભિનેતા ધર્મેન્દ્રની તબિયત બગડતા ચાર દિવસથી આઈસીયુમાં હતા દાખલ

તેમના પુત્ર અને અભિનેતા સની દેઓલ પિતાને મળવા હોસ્પિટલ ગયા હતા જે પછી તેમને રજા આપવામાં આવી હતી

મુંબઈ : બોલીવુડના હીમેન - અભિનેતા  ધર્મેન્દ્રની તબિયત લથડી હતી અને તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યાં હતા તેઓ છેલ્લા ચાર દિવસથી આઈસીયુમાં ભરતી હતા જોકે હવે તેમની તબિયત સુધરી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
રવિવારે સવારે તેમને આઈસીયુમાં રજા આપવામાં આવી હતી. તેમના પુત્ર અને અભિનેતા સની દેઓલ પિતાને મળવા હોસ્પિટલ ગયા હતા જે પછી તેમને રજા આપવામાં આવી હતી

ધર્મેન્દ્ર હાલમાં 84 વર્ષના છે અને આટલી મોટી ઉંમરે પણ તેઓ ખૂબ સક્રિય છે. તેઓ સોશિયલ મીડિયા પર અવારનવાર પોતાના ફાર્મમાં કામ કરી રહેલી હાલતની તસવીરો શેર કરતા હોય છે. 

ધર્મેન્દ્રના ચાહકો લાખોની સંખ્યામાં છે. પોતાના લાડકા અભિનેતા બીમાર હોવાનું જાણમાં આવતા ચાહકો ચિંતાતુર થયા હતા અને તેમના જલદી સાજા થવાની પ્રાર્થના કરી રહ્યાં હતા

   
(11:18 pm IST)