Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

કાળઝાળ ગરમીને કારણે હરિયાણા સરકારે શાળાઓમાં અભ્યાસના સમયમાં ફેરફાર કર્યો

રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલા પત્રમાં તમામ શાળાઓનો સમય સવારે 7 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો

નવી દિલ્હી : રાજ્યમાં કાળઝાળ ગરમીને જોતા હરિયાણા સરકારે શાળાઓમાં અભ્યાસના સમયમાં ફેરફાર કર્યો છે. તીવ્ર ગરમીને જોતા રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલા પત્રમાં તમામ શાળાઓનો સમય સવારે 7 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે.

તમામ જિલ્લા મેજિસ્ટ્રેટને આદેશ આપવામાં આવ્યો છે કે, તેઓ પોતપોતાના જિલ્લામાં આ આદેશનો અમલ કરે. આ આદેશ રાજ્યના તમામ જિલ્લાઓમાં 4 મેથી લાગુ થશે.

(12:21 am IST)