Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

આજે ગાંધી જયંતિ

બાપુએ સ્વચ્છતા - સંયમથી સ્પેનિશ ફલૂ - પ્લેગને હરાવ્યો હતો : ભારે ઇલાજ કરતા પ્રતિરક્ષા તંત્ર મજબુત કરવા પર હતો : રિસર્ચમાં દાવો

ગોરખપુર તા. ૨ : કોરોનાએ આખા વિશ્વમાં કોહરામ મચાવી દીધો છે. મોતનો આંકડો ૧૦ લાખથી ઉપર પહોંચી ચૂકયો છે. આ ભયાનક પરિસ્થિતિમાં બાપુ યાદ આવે છે કેમકે તેમણે લગભગ સો વર્ષ પહેલા શારીરિક દુર્બળતા છતાં સ્પેનિશ ફલૂથી પીડિત લોકોની સારવાર કરી એટલું જ નહીં પણ પોતાની જાતને પણ મહામારીથી બચાવી હતી. બાપુએ પ્લેગ સામેના જંગમાં પણ બધાના જીવન બચાવ્યા હતા. સેવાની સાથે સ્વચ્છતા, સંયમ, સંતુલિત ભોજન અને વ્યાયામ દ્વારા તેમણે એ મહામારીને હરાવી હતી.

મહાત્મા ગાંધીની તબિયત ઉપર સીનીયર વિષાણુ વૈજ્ઞાનિક અને રીજીયોનલ મેડીકલ રિસર્ચ સેન્ટર (આરએમઆરસી)ના ડાયરેકટર ડો. રજનિકાંતે રિસર્ચ કર્યું હતું. તેમના રિસર્ચને આઇસીએમઆરે 'ગાંધી એન્ડ હેલ્થ @ ૧૫૦' શીર્ષકથી પ્રકાશિત કરેલ છે. ડો. રજનિકાંતે જણાવે છે કે બાપુનું ધ્યાન સારવાર કરતા પ્રતિરક્ષા તંત્ર મજબૂત કરીને બિમારીથી બચવા કરવા પર વધારે હતું. તેઓ પોતે પણ જ્યારે જ્યારે બિમાર થતા તો કુદરતી સારવારને પ્રાથમિકતા આપતા અને ઇમ્યુનિટી સીસ્ટમને મજબૂત બનાવનારા ઉપાયો અજમાવતા. જરૂર પડયે તેઓ આઇસોલેશનમાં પણ રહેતા હતા.

(2:42 pm IST)