Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણની નારાજગી : કહ્યું-છેલ્લા ચાર વર્ષથી નેતા રાહુલ ગાંધીને મળી શક્યા નથી

તેમણે કહ્યું કે જ્યારે પણ હું દિલ્હીમાં હોઉં છું, ત્યારે હું ક્યારેક-ક્યારેક ડૉ. મનમોહન સિંહને મળું છું

મુંબઈ :કોંગ્રેસના નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણ કહ્યું કે તેઓ છેલ્લા ચાર વર્ષથી વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીને મળી શક્યા નથી. નોંધનીય છે કે ચૌહાણપાર્ટીમાં નારાજ જૂથના સભ્ય છે

ચૌહાણ ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, જ્યારે પણ હું દિલ્હીમાં હોઉં છું, ત્યારે હું ક્યારેક-ક્યારેક ડૉ. મનમોહન સિંહને મળું છું. પરંતુ તેમની તબિયત હવે પહેલા જેવી નથી રહી. તે હંમેશા આતિથ્યની ભાવના ધરાવે છે અને હંમેશા વાત કરવા માટે તૈયાર છે. જ્યારે પણ મેં સમય માંગ્યો ત્યારે હું સોનિયા ગાંધીને પણ મળ્યો પરંતુ લાંબા સમયથી હું રાહુલ ગાંધીને મળ્યો નથી. મને લાગે છે કે તેમને મળ્યાને ચાર વર્ષ થઈ ગયા છે. એવી ફરિયાદો છે કે પક્ષના નેતૃત્વ સાથેની બેઠક જ્યારે હોવી જોઈએ ત્યારે સુલભ નથી.

 

ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી ચવ્હાણ જી-23 ના સભ્ય છે, જે નારાજ નેતાઓના જૂથ છે જે તાજેતરના વર્ષોમાં પક્ષની હારને પગલે સંગઠનમાં સુધારાની માંગ કરી રહ્યા છે.

ઉદયપુરની બેઠક અંગે પૃથ્વીરાજ ચૌહાણ  કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ પક્ષ સમક્ષ મુદ્દાઓની ચર્ચા કરવા માટે “ચિંતન શિવર” યોજવા માટે સંમત થયા હતા, પરંતુ કોઈ “જે રાજા પ્રત્યે વધુ વફાદાર છે” તેમણે ના કહ્યું અને  નિર્ણય કર્યો કે ચિંતનની જરૂર નથી. માટે જ ઉદયપુરની બેઠક ‘નવ સંકલ્પ શિવર’ હતી. પાર્ટીને સમજાયું કે પોસ્ટમોર્ટમની જરૂર નથી, માત્ર ભવિષ્યની ચર્ચા કરવાની જરૂર છે.

પૃથ્વીરાજ ચૌહાણ કહ્યું કે, ઈમાનદાર આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે, જવાબદારી નક્કી કરવાની કે લોકોને લટકાવવાની નહીં, પરંતુ ભૂલોનું પુનરાવર્તન ન થાય તેની ખાતરી કરવી જોઈએ. આસામ અને કેરળ વિધાનસભા ચૂંટણી પછી પાર્ટીના પ્રદર્શન પર વિચારણા કરવા માટે આ સમિતિની રચના કરવામાં આવી હતી. પરંતુ સમિતિનો અહેવાલ કબાટમાં દફનાવવામાં આવ્યો જે યોગ્ય માર્ગ નથી.

ચૌહાણ જણાવ્યું હતું કે કપિલ સિબ્બલ, જેમણે તાજેતરમાં જ પક્ષ છોડ્યો હતો, તેમનો અભિપ્રાય હતો કે કોંગ્રેસ નેતૃત્વને પ્રામાણિક સલાહ મળી રહી નથી અને “નોમિનેટેડ” વ્યક્તિ ફક્ત તે જ સલાહ આપી શકે છે જે નેતૃત્વને પસંદ હોય. જો આપણે (વડાપ્રધાન નરેન્દ્ર) મોદીને વર્ષ 2024માં હરાવવા માંગતા હોય, તો આપણે 12 રાજ્યોની વિધાનસભાની આગામી ચૂંટણીમાં વધુ સારું પ્રદર્શન કરવું પડશે. આપણે સમાન વિચારધારાવાળા પક્ષો સાથે મોટું જોડાણ કરવું પડશે.

(1:08 am IST)