Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

પતિ - પત્‍નીની મંજૂરી વગર નહીં થઇ શકે નસબંધી

નેશનલ મેડિકલ કમિશને ડોકટરો માટે બહાર પાડી ગાઇડલાઇન્‍સ

નવી દિલ્‍હી તા. ૩ : નેશનલ મેડિકલ કમિશને ડોક્‍ટરો માટે બહાર પાડેલી ગાઈડલાઈન્‍સમાં નસબંધી સંબંધિત એક નવો નિયમ કર્યો છે. ગાઈડલાઈન્‍સમાં જણાવાયું છે કે પતિ અને પત્‍ની બન્નેની મંજૂરી હશે તો જ નસબંધી થઈ શકશે. બેમાંથી કોઈ એક ના પાડશે તો નસબંધી નહીં થઈ શકે.

અત્‍યાર સુધી તો નસબંધી માટે ફક્‍ત પતિની જ મંજૂરીની જરુર હતી પરંતુ નવા નિયમમાં પત્‍નીની મંજૂરી ફરજિયાત બનાવી દેવામાં આવી છે. પતિની નસબંધીની ના પાડવાનો પત્‍નીને અધિકાર રહેશે.

એનએમસીની ગાઈડલાઈન્‍સમાં બીજી પણ કેટલીક જોગવાઈઓ કરવામાં આવી છે.  ડોકટરો ખુલ્લી દવાની દુકાન ચલાવી શકતા નથી અથવા તબીબી ઉપકરણો વેચી શકતા નથી. તે જ દવાઓ વેચી શકાય છે, જેની સારવાર તે પોતે જ કરી રહ્યો છે. આ સાથે જ હવે એનએમસીએ તબીબોને સૂચના આપી છે કે, પ્રિસ્‍ક્રિપ્‍શન પર રજિસ્‍ટ્રેશન નંબર તેમજ ફી અગાઉથી જાહેર કરવામાં આવે.

(10:34 am IST)