Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

રેસ્‍ટોરન્‍ટના બિલમાં સર્વિસ ચાર્જની વસૂલાત ખોટી

સરકારે તેને રોકવાની યોજના બનાવી

નવી દિલ્‍હી, તા.૩: તમે રેસ્‍ટોરન્‍ટમાં ખાવાનું ખાઓ છો અને જયારે તમને બિલ મળે છે તો તેમાં અનેક પ્રકારના ચાર્જ વસૂલવામાં આવે છે. જો તમે રેસ્‍ટોરન્‍ટના બિલને નજીકથી જોશો તો સર્વિસ ચાર્જ પણ સામેલ છે. ગ્રાહકો પાસેથી લેવામાં આવેલ આ સર્વિસ ચાર્જ સંપૂર્ણપણે ખોટો છે. આને રોકવા માટે સરકાર પગલાં લેવા જઈ રહી છે.

કાનૂની માળખું સાથે આવશેઃ ગ્રાહક બાબતોના સચિવ રોહિત કુમાર સિંહે જણાવ્‍યું હતું કે સરકાર ટૂંક સમયમાં ગ્રાહકો પાસેથી સર્વિસ ચાર્જ વસૂલતી રેસ્‍ટોરન્‍ટ્‍સને રોકવા માટે કાનૂની માળખું સાથે આવશે. રેસ્‍ટોરન્‍ટ અને ગ્રાહક સંગઠનોના પ્રતિનિધિઓ સાથેની બેઠક બાદ તેમણે આ વાત કહી.

રોહિત સિંહે કહ્યું કે રેસ્‍ટોરન્‍ટ અને હોટેલ ઈન્‍ડસ્‍ટ્રી એસોસિએશનો દાવો કરે છે કે આ પ્રથા કાયદાકીય રીતે ખોટી નથી. બીજી તરફ, ગ્રાહક બાબતોના વિભાગનું માનવું છે કે તેનાથી ગ્રાહકોના અધિકારો પર પ્રતિકૂળ અસર થાય છે. તેમજ તે ‘અન્‍યાયી વેપાર પ્રથા' છે.

રોહિત સિંહે કહ્યું, ‘વર્ષ ૨૦૧૭ માટે માર્ગદર્શિકા હતી જેને તેમણે લાગુ કરી નથી. માર્ગદર્શિકા સામાન્‍ય રીતે કાયદેસર રીતે લાગુ કરી શકાતી નથી.' તેમણે કહ્યું કે આ પ્રથાને રોકવા માટે કાનૂની માળખું તેમના પર કાનૂની રીતે બંધનકર્તા હશે. સામાન્‍ય રીતે ગ્રાહકો સર્વિસ ચાર્જ અને સર્વિસ ટેક્‍સ વચ્‍ચે મૂંઝવણ અનુભવે છે અને તે જ ચૂકવે છે.

(10:37 am IST)