Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

કંપનીઓને પેટ્રોલમાં ૧૭.૧૦ તો ડીઝલમાં ૨૦.૪૦ રૂા.નું નુકશાન

ઇંધણમાં પ્રજાને રાહત પણ કંપનીઓને આફત

નવી દિલ્‍હી, તા.૩: પેટ્રોલ અને ડીઝલની મોંઘવારીમાંથી જનતાને રાહત આપવા કેન્‍દ્ર સરકારે ગયા મહિને એક્‍સાઈઝ ડ્‍યુટીમાં ઘટાડો કર્યો અને ઈંધણ સસ્‍તું થયું. પરંતુ, સામાન્‍ય જનતાને આપવામાં આવેલી રાહત પેટ્રોલિયમ કંપનીઓ માટે આફત બની રહી છે. પેટ્રોલમાં તેઓ પ્રતિ લિટર રૂ. ૧૭.૧ ગુમાવી રહ્યા છે, જ્‍યારે ડીઝલમાં તેઓ પ્રતિ લિટર રૂ. ૨૦.૪ ગુમાવી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે પાંચ રાજ્‍યોમાં ચૂંટણી બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લગભગ ૧૦ રૂપિયાનો વધારો થયો હતો. તે પહેલા, દર ઘણા મહિનાઓ સુધી સ્‍થિર રહ્યા હતા. અગાઉ પણ જ્‍યારે કાચા તેલના ભાવ આસમાને સ્‍પર્શી રહ્યા હતા. સામાન્‍ય માણસને મોટી રાહત આપતા કેન્‍દ્ર સરકારે થોડા દિવસો પહેલા પેટ્રોલ અને ડીઝલ પરની એક્‍સાઈઝ ડ્‍યુટીમાં અનુક્રમે ૮ રૂપિયા અને ૬ રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી, જેના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે.

મોંઘવારી વધવા છતાં લોકોને રાહત મળ્‍યા બાદ પેટ્રોલિયમ કંપનીઓએ અંડર રિકવરીનો મુદ્દો ઉઠાવવાનું શરૂ કર્યું છે. તેલના ભાવમાં વધારો થવા છતાં, સરકારી માલિકીની ઈન્‍ડિયન ઓઈલ કોર્પોરેશન (આઈઓસી), હિન્‍દુસ્‍તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. (HPCL) અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. (BPCL) એ એપ્રિલથી ઇંધણના ભાવમાં વધારો કર્યો નથી. છેલ્લા ૫૭ દિવસથી આ સિલસિલો ચાલી રહ્યો છે.

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્‍યું હતું કે રિટેલ ફયુઅલ કંપનીઓએ આ મામલે ૅરાહતૅ મેળવવા માટે સરકારનો સંપર્ક કર્યો છે. જો કે, તેણે ર્વ્‍ીર્ષ્ટીત્ત્ ને એમ પણ કહ્યું કે કિંમતો નક્કી કરવાનું કંપનીઓનું છે.

તેમણે એવા અહેવાલો પર ટિપ્‍પણી કરવાનો ઇનકાર કર્યો હતો કે ખાનગી પેટ્રોલિયમ રિફાઇનરી કંપનીઓ રશિયા પાસેથી સસ્‍તા દરે ક્રૂડ ઓઇલ આયાત કરીને અને ફિનિશ્‍ડ પેટ્રોલિયમ ઉત્‍પાદનોની યુએસમાં નિકાસ કરીને નોંધપાત્ર નફો કમાઈ રહી છે. મંત્રીએ જણાવ્‍યું હતું કે આંતરરાષ્‍ટ્રીય બજારમાં ઊર્જાના ભાવમાં વધારાને કારણે તેલ અને ગેસ કંપનીઓના વધુ પડતા નફા પર કર લાદવાનો નિર્ણય લેવા માટે નાણાં મંત્રાલય યોગ્‍ય સત્તા છે.

ઘરેલું પેટ્રોલ પંપો પર ક્રૂડ ઓઈલ સ્‍ટાન્‍ડર્ડ ૮૫ ડોલર પ્રતિ બેરલના આધારે ઈંધણનું વેચાણ થઈ રહ્યું છે. જ્‍યારે બ્રેન્‍ટ ક્રૂડ અત્‍યારે ૧૧૭ ડોલર પ્રતિ બેરલ પર છે. આ કારણે કિંમત અને વેચાણ કિંમતમાં તફાવત છે, જેના કારણે કંપનીઓને નુકસાન થઈ રહ્યું છે. ૨ જૂનના રોજ, ઉદ્યોગને પેટ્રોલ પર ૧૭.૧ રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ પર ૨૦.૪ રૂપિયા પ્રતિ લિટરનું નુકસાન થઈ રહ્યું હતું.

મંત્રીએ કહ્યું, પેટ્રોલિયમ કંપનીઓ ખોટની વાત કરી રહી છે. મેં કહ્યું તેમ, તે એક જવાબદાર કોર્પોરેટ નાગરિક છે અને જે પણ નિર્ણય જરૂરી હશે તે લેશે. હા, તેઓ અમારી પાસે આવે છે. આ કોઈ છુપી વાત નથી. તેઓ અમારી પાસે આવે છે અને કહે છે કે અમને રાહતની જરૂર છે... પરંતુ આખરે તેઓએ નિર્ણય લેવો પડશે. જો કે, પુરીએ સ્‍પષ્ટ કર્યું નથી કે પેટ્રોલિયમ કંપનીઓ કેવા પ્રકારની રાહત માંગી રહી છે.

સાર્વજનિક ક્ષેત્રની પેટ્રોલિયમ માર્કેટિંગ કંપનીઓ ખોટ બાદ પણ કામ કરી રહી છે, જ્‍યારે રિલાયન્‍સ-બીપી અને નાયરા એનર્જી જેવી ખાનગી કંપનીઓએ નુકસાનને ભરપાઈ કરવા કામગીરીમાં ઘટાડો કર્યો છે. ખાનગી ઓઈલ રિફાઈનરીઓ રશિયામાંથી સસ્‍તા દરે ક્રૂડ ઓઈલની આયાત કરીને અને ફિનિશ્‍ડ પેટ્રોલિયમ ઉત્‍પાદનોની યુએસ અને અન્‍ય દેશોમાં નિકાસ કરીને નોંધપાત્ર નફો કરતી હોવાના અહેવાલો અંગે પૂછવામાં આવતા પુરીએ કહ્યું કે તે કહેવું ઘણું મુશ્‍કેલ છે. કયા દેશનું ક્રૂડ ઓઈલ -પ્રોસેસિંગ છે.

(10:57 am IST)