Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

એથર ઈન્ડસ્ટ્રીઝનાં શેરે કરી શાનદાર શરૃઆતઃ ૧૦% પ્રીમિયમ પર લિસ્ટ

 

મુંબઇ, તા.૩: સ્પેશિયાલિટી કેમિકલ ઉત્પાદક એથર ઇન્ડસ્ટ્રીઝે શેરબજારમાં જોરદાર એન્ટ્રી કરી છે. કંપનીનો આઈપીઓ શેરબજારમાં લિસ્ટ કરવામાં આવ્યો છે. આ ઇશ્યૂ ૧૦ ટકા પ્રીમિયમ સાથે લિસ્ટ થયો છે. ગ્લ્ચ્ પર શેર ૭૦૬.૧૫ રૃપિયા અને ફલ્ચ્ પર ૭૦૪ રૃપિયાના ભાવે ખુલ્યો છે. જેથી રોકાણકારોને લિસ્ટિંગ ગેઈન તરીકે ૧૦ ટકા સુધીનું રિટર્ન મળ્યું છે.

આ શેર બાબતે સ્વસ્તિકા ઇન્વેસ્ટમાર્ટના વરિષ્ઠ વિશ્લેષક આયુષ અગ્રવાલે જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ ૨૦૨૨ના આંકડાના આધારે ઇશ્યૂની કિંમત ૭૨.૩૦ના ભ્/ચ્ (પ્રાઇસ-ટુ-અર્નિંગ) રાખવામાં આવી હતી. જો કે, અમારું માનવું છે કે કંપની તેની સારી વૃદ્ઘિની શકયતાને કારણે આ પ્રીમિયમ મલ્ટીપલની હકદાર છે. લાંબાગાળાના રોકાણકારો લિસ્ટિંગ પછી સ્ટોક ભેગા કરી શકે છે.

એથરે રિસર્ચ અને ડેવલપમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ કંપની દેશમાં સૌથી ઝડપથી વિકસતા રસાયણ ઉત્પાદકોમાં સ્થાન ધરાવે છે. પબ્લિક ઇશ્યૂ દ્વારા કંપનીએ રૃ.૮૦૮ કરોડ ઊભા કર્યા હતા. તેના ત્ભ્બ્ના રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો, ખાસ કરીને સંસ્થાકીય રોકાણકારોએ વધુ રસ દાખવ્યો હતો. આ ત્ભ્બ્ ૨૪-૨૬ મે દરમિયાન ૬.૨૬ વખત સબસ્ક્રાઇબ થયો હતો. કારણ કે કવોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ અને નોન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સે ૧૭.૫૭ ગણી અને ફાળવેલા કવોટા કરતાં ૨.૫૨ ગણી ખરીદી કરી હતી. છૂટક રોકાણકારો અને કર્મચારીઓ માટે અલગ રાખવામાં આવેલ હિસ્સો સંપૂર્ણ બુક થઈ ગયો હતો.

(3:57 pm IST)