Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

પંજાબ સરકાર વિરૂધ્‍ધ લોકોનો રોષ

મૂસેવાલાના ગામમાં ‘આપ'ના ધારાસભ્‍યને પ્રવેશ નહીઃમુખ્‍યમંત્રી ભગવંતમાન વિરૂધ્‍ધ પણ પ્રદર્શન

ચંડીગઢઃ પંજાબી ગાયક સિધ્‍ધુ મુસેવાલાના ગામ શાર્દુલગઢ ગયેલ આમ આદમી પાર્ટીના ધારાસભ્‍ય ગુરપ્રીતસીંહ બનાવલીએ ગામ જનોના વિરોધનો સામનો કરવો પડયો હતો. ‘આપ' ધારાસભ્‍ય મુસેવાલાના પરિવાર જનોને મળવા તેમના ઘેર ગયા હતા.

પંજાબના મુખ્‍ય પ્રધાન ભગવંત માન અને કોગ્રેસી નેતા શુભદીપસીંહ ગુરૂવારે મુસેવાલાના પરિવાર જનોને મળવા તેમના  ઘેર જવાના હતા. મુખ્‍ય પ્રધાનની મુલાકાત પહેલાજ ગામમાં આપ સરકાર સામે દેખાવો શરૂ થઇ ગયા હતા.

મુસેવાલાના સગાઓ અને ગામજનોએ મુખ્‍ય મંત્રીનો સૌથી વધારે વિરોધ કર્યો હતો. ઘરની બહાર ઉભેલી ભીડે પંજાબા મુખ્‍યમંત્રી વિરોધી જોરદાર નારાબાજી કરી હતી. જો કે ભગવંત માન મુસેવાલાના પરિવારને મળવા તેમના ઘેર પહોંચી ગયા છે. અત્રે ઉલ્લેખનિય છે કે સત્તા પર આવતા જ ભગવંતમાન સરકારે રાજયના ૪૩૪ વીવીઆઇપી લોકોની સુરક્ષા હટવવાનું અએલાન કર્યુ હતું. પંજાબ સરકારે સુરક્ષા હટાવી તેના બીજા જ દિવસે મુસેવાલાની હત્‍યા થતા પંજાબ સરકાર બેકફુટ પર આવી  ગઇ. હવે પંજાબે રાજયના ૪૩૪  વીવી આઇપીઓએ ફરીથી સુરક્ષા આપવાનો નિર્ણય કર્યો છે.

(4:04 pm IST)