Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

વોટસએપ વાપરતા લોકોએ ભુલથી ખોટા મેસેજ મોકલ્‍યા હશે તો એડીટનું ઓપ્‍શન ઉપયોગી થઇ શકશે

હવે કંપની વોટસએપ ટેકસ્‍ટ મેસેજને એડીટ કરવાનું ફીચર લોન્‍ચ કરશે

નવી દિલ્‍હીઃ વોટસએપમાં ભુલથી ખોટા મેસેજ મોકલ્‍યા બાદ એડીટ કરી શકાતુ નથી પરંતુ હવે કંપની વોટસએપ પર ટેક્‍સ્‍ટ મેસેજને એડીટ કરવાનું ઓપ્‍શન આપશે. કંપની પોતાની એપના બીટા વર્જન પર એડીટ બટન ટેસ્‍ટીંગ કરી રહ્યુ છે. હાલ વોટસએપમાં એડીટનો કોઇ ઓપ્‍શન નથી. મેસેજને ડિલીટ કરી શકાય છે પરંતુ એડીટ થઇ શકતુ નથી.

Whatsapp અવાર નવાર પોતાના યૂઝર્સની સુવિધા માટે અવનવા ફીચર્સ એડ કરતું રહે છે. જેથી યૂઝર્સને વોટ્સએપ યૂઝ કરવામાં સરળતા રહે. તાજેતરમાં કંપની એક નવી સુવિધા પર કામ કરી રહી છે. જો આ પ્રયોગ સફળ થાય છે યૂઝર્સ પોતાના લખેલા શબ્દોને ડિલેટ કર્યા વિના સુધારી શકશે.

અત્રે ઉલ્લેખનીય છે કે વોટ્સએપ પર તાજેતરમાં જ રિએક્શન ફીચર્સ લોન્ચ કરવામાં આવ્યું છે. જે યૂઝર્સને ખૂબ પસંદ આવી રહ્યું છે. ત્યારબાદ હવે WABetaInfo દ્રારા આપવામાં આવેલી જાણકારી અનુસાર વોટ્સએપ ટેકસ્ટ મેસેજને એડિટ કરવાનું ફીચર આપવા જઇ રહ્યું છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે વોટ્સએપ પર ઓપ્શન આગામી અપડેટ સુધી ઉપલબ્ધ થઇ જશે.

તમને જણાવી દઇએ કે વોટ્સએપ કંપની પોતાની એપના બીટા વર્જન પર એડિટ બટન ટેસ્ટિંગ કરી રહ્યું છે. હાલ વોટ્સએપમાં એડિટનો કોઇ ઓપ્શન નથી. હાલના સમયમાં વોટ્સએપની હાલ બિલલુક ટ્વિટર જેવી છે. જ્યાં મોકલેજા મેસેજને ડિલીટ કરી શકાય છે પરંતુ એડિટ કરે શકાતા નથી.

દરેકને મળશે લાભ

Whatsapp પોતાના આ ફીચરને એંડ્રોઇડ બીટા, iOS બીટા અને ડેસ્કટોપ તમામ માટે તૈયાર કરી રહ્યું છે.

ગ્રુપ એડમિનને મળશે જાણકારી

વોટ્સએપને ટ્રેક કરનારી WABetainfo વેબસાઇટના રિપોર્ટ પ્રમાણે જો યૂઝર્સ ગ્રુપ ચેટથી એક્ઝિટ કરવા ઈચ્છે છે તો તેનું નોટિફિકેશન જશે નહીં. પરંતુ આ ફીચર આવ્યા બાદ ગ્રુપ એક્ઝિટ કોણ કરી રહ્યું છે, તે વાતની જાણકારી માત્ર ગ્રુપ એડમિનને રહેશે, ન બીજા કોઈને.

જલદી ગ્રુપમાં સામેલ થઈ શકશે 512 લોકો

હાલમાં પોપ્યુલર મેસેજિંગ પ્લેટફોર્મે ઘણા ફીચર્સની જાહેરાત કરી હતી. તેમાં ઈમોજી રિએક્શન, મોટી ફાઇલ્સને સેન્ડ કરવાનું ફીચર સામેલ હતું. તો કંપનીએ કહ્યું કે હવે ગ્રુપમાં એક સાથે 512 લોકોને એડ કરી શકાશે. મહત્વનું છે કે વર્તમાનમાં વોટ્સએપ ગ્રુપમાં માત્ર 256 લોકો સામેલ થઈ શકે છે.

(5:56 pm IST)