Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

એસ્સાર પાવરે ટ્રાન્સમિશન એસેટનું વેચાણ કરવા એટીએલ સાથે સમજૂતી કરી

ભવિષ્યમાં ઇએસજીલક્ષી વૃદ્ધિ હાંસલ કરવા ગ્રીન વ્યવસાય તરફ આગેકૂચ

મુંબઈ : ભારતમાં ખાનગી ક્ષેત્રની પ્રથમ સ્વતંત્ર વીજ ઉત્પાદક એસ્સાર પાવર લિમિટેડએ એની બે ટ્રાન્સમિશન લાઇનનું વેચાણ અદાણી ટ્રાન્સમિશનલ લિમિટેડ (એટીએલ)ને રૂ. 1,913 કરોડમાં કરવા નિર્ણાયક સમજૂતી કરી છે.
એસ્સાર પાવર ટ્રાન્સમિશન કંપની લિમિટેડ (ઇપીટીસીએલ) ભારતના ત્રણ રાજ્યોમાં 465 કિલોમીટરની ટ્રાન્સમિશન લાઇન ધરાવે છે. બંને કંપનીઓ વચ્ચે થયેલી સમજૂતી થયેલી બે લાઇન મહાનથી સિપટ પૂલિંગ સબસ્ટેશનને જોડતી 400 કેવીની ઇન્ટર-સ્ટેટ ટ્રાન્સમિશન લાઇન ધરાવે છે, જે કાર્યરત છે. આ પ્રોજેક્ટ સીઇઆરસીના નિયમન હેઠળ રિટર્નના માળખા અંતર્ગત કાર્યરત છે.
છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન એસ્સાર પાવરે એનું ઋણ રૂ. 30,000 કરોડની ટોચના સ્તરથી ઘટાડીને રૂ. 6,000 કરોડ કર્યું છે. સાથે સાથે એસ્સાર પાવર પુનઃપ્રાપ્ય ઊર્જા આસપાસ ગ્રીન બેલેન્સ શીટ ઊભી કરવાની પ્રક્રિયામાં છે, જે એસ્સારની ભવિષ્ય કેન્દ્રિત વ્યવસાયમાં રોકાણ કરવાની એની વ્યૂહરચનાને સુસંગત છે, જે ઇએસજીના માળખાની અંદર શ્રેષ્ઠ વળતર આપશે
એસ્સાર પાવર લિમિટેડના સીઇઓ શ્રી કુશ એસએ કહ્યું હતું કે, “આ નાણાકીય વ્યવહાર સાથે એસ્સાર પાવર એની બેલેન્સ શીટને ડિલિવરેજ કરવા તથા ગ્રીન અને પુનઃપ્રાપ્ય ઊર્જામાં રોકાણ કરવાના એકસાથે બે ઉદ્દેશ સાથે એના વીજ પોર્ટફોલિયોનું પુનઃસંતુલિત કરી રહી છે, જેથી એની ઇએસજીલક્ષી ભવિષ્યની વૃદ્ધિને વેગ મળશે. અત્યારે એસ્સાર પાવર ભારત અને કેનેડામાં ચાર પ્લાન્ટમાં 2,070 મેગાવોટની વીજળીનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે.”

(7:17 pm IST)