Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

IPLની ફાઇનલ મેચમાં ભાજપના દિગ્ગજ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ગોટાળાનો આરોપ લગાવ્યો

ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ BCCI ઉપર ગંભીર આરોપો લગાવ્યા : ટ્વિટમાં લખ્યું છે- ઈન્ટેલિજન્સ એજન્સીઓનું માનવું છે કે, આઈપીએલના પરિણામમાં ગરબડ થઈ હતી. આ માટે તપાસની જરૂર છે અને તપાસ માટે જાહેર હિતની અરજી દાખલ કરવાની જરૂર છે

નવી દિલ્હી : IPL ને લઇને હંમેશાંથી મેચ ફિક્સિંગ અને સટ્ટાબાજીને લઇને અનેક પ્રકારની વાતો થતી રહે છે. આ વર્ષની IPL 2022ની ફાઇનલમાં આઇપીએલની નવી ટીમ ગુજરાત ટાઇટન્સે સૌથી જૂની ટીમ રાજસ્થાન રોયલ્સને હરાવીને આ ખિતાબ પોતાના નામે કર્યો છે. હવે IPLની ફાઇનલ મેચમાં ભાજપના દિગ્ગજ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ગોટાળાનો આરોપ લગાવ્યો છે

  ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) પર સીધો હલ્લા બોલ કર્યો છે. સ્વામીએ આરોપ લગાવ્યો હતો કે IPL 2022 ની ફાઇનલમાં ગડબડી કરવામાં આવી હતી. ભાજપના નેતા સુબ્રમણ્યમે પોતાના ટ્વિટર હેન્ડલ પર એક ટ્વીટ શેર કર્યું છે, જેમાં એક વીડિયો લિંક છે. આ વીડિયોમાં સ્વામીએ આઈપીએલ પર ઉઠાવેલા સવાલોની વાત કરવામાં આવી રહી છે. સાથે જ ટ્વિટમાં લખ્યું છે- ઈન્ટેલિજન્સ એજન્સીઓનું માનવું છે કે, આઈપીએલના પરિણામમાં ગરબડ થઈ હતી. આ માટે તપાસની જરૂર છે અને તપાસ માટે જાહેર હિતની અરજી દાખલ કરવાની જરૂર છે.

ભાજપના દિગ્ગજ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ઉઠાવેલા સવાલો બાદ IPLની ગરબડને લઈને ચર્ચાને વધુ વેગ મળ્યો હતો. સ્વામીની આ પોસ્ટ બાદ સોશિયલ મીડિયા યુઝર્સ બીસીસીઆઈ અને રાજસ્થાન રોયલ્સને સવાલ પૂછી રહ્યા છે. એક યુઝરે રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસનને ટેગ કરીને લખ્યું કે, સંજુ સેમસને ટોસ જીત્યા બાદ પણ અણધારી બેટિંગ કરવાનો નિર્ણય કેમ લીધો ?

 

(8:46 pm IST)