Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

યુપીમાં ભાજપના આઠેય ઉમેદવારો બિનહરીફ : સપામાંથી સિબ્બલ અને જયંત ચૌધરી વિજેતા

સપાએ જયંત ચૌધરીને રાજ્યસભામાં મોકલીને લોકસભા માટે સપા-રાલોદ ગઠબંધન મજબૂત કર્યું

નવી દિલ્હી : સંસદના ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભામાં 10 જૂને ચૂંટણી થવાની છે. પણ આ અગાઉ ઉત્તર પ્રદેશમાંથી ભાજપના તમામ 8 ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે, વળી સમાજવાદી પાર્ટી તરફથી કપિલ સિબ્બલ, જયંત ચૌધરી અને જાવેદ અલી પણ ચૂંટાઈ આવ્યા છે. સપાએ જયંત ચૌધરીને રાજ્યસભામાં મોકલીને લોકસભા માટે સપા-રાલોદ ગઠબંધન મજબૂત કરવા માટેનું પ્રથમ પગથિયુ પાર પાડી લીધું છે. કોંગ્રેસ ઉમેદવાર રાજીવ શુક્લા અને રંજીત રંજન છત્તસીગઢમાંથી રાજ્યસભાના બિનહરીફ સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે. 

 

(8:50 pm IST)