Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

મધ્ય પ્રદેશથી રાજ્યસભા માટે ત્રણેય ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા: કોંગ્રેસના વિવેક તન્ખા,ભાજપના સુમિત્રા અને કવિતા પાટીદાર વિજેતા

મધ્ય પ્રદેશમાંથી પાટીદાર અને વાલ્મિકીને રાજ્યસભામાં મોકલીને ભાજપે 2023ની મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખીને ઓબીસી અને દલિત કાર્ડ ખેલ્યું

મધ્યપ્રદેશમાં વરિષ્ઠ વકીલ અને કોંગ્રેસ નેતા વિવેક તન્ખા, ભાજપના મહિલા નેતા કવિતા પાટીદાર અને સુમિત્રા વાલ્મિકીને મધ્ય પ્રદેશમાંથી રાજ્યસભા સાંસદ તરીકે બિનહરીફ ચૂંટવામાં આવ્યા છે. તન્ખા રાજ્યસભામાં સતત બીજી વાર બિનહરીફ ચૂંટાયા છે. જ્યારે વાલ્મિકી અને પાટીદાર બંને રાજ્યસભામાં પહેલી વાર જશે. મધ્ય પ્રદેશની ત્રણ ખાલી સીટ માટે કોઈ અન્ય ઉમેદવારે ઉમેદવારી પત્ર ભર્યું નહોતું. જ્યારે આજે ઉમેદવારી પાછી ખેંચવાનો છેલ્લો દિવસ હતો.

સૂત્રોએ કહ્યું હતું કે, મધ્ય પ્રદેશમાંથી પાટીદાર અને વાલ્મિકીને રાજ્યસભામાં મોકલીને ભાજપે 2023ની મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખીને ઓબીસી અને દલિત કાર્ડ ખેલ્યું છે. પાટીદાર પહેલા મધ્ય પ્રદેશ મહિલા મોર્ચાના સભ્ય તરીકે કામ કરી ચુક્યા છે. તો વળી વાલ્મિકી ત્રણ વાર જબલપુર નગર નિગમના કોર્પોરેટ અને એક વાર એલ્ડરમેન રહી ચુક્યા છે. તન્ખા હાલામં રાજ્યસભાના સભ્ય છે અને તેમનો કાર્યકાળ આગામી મહિને પુરો થઈ રહ્યો હતો.

(8:57 pm IST)