Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

મારી સામે જેટલી તપાસ કરવા માગો તેટલી કરી શકો છો, કઈ માલવનું નથી : વડોદરામાં મનિષ સિસોદિયા

વડોદરામાં દિલ્લી અને ગુજરાતની શાળાઓનુ એક્ઝિબિશન બતાવાયું :ગુજરાતમાં ભાજપ 27 વર્ષમાં સારી શાળા ન બનાવી શકી: મનીષ સિસોદિયા

નવી દિલ્હી : દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયા વડોદરાના પ્રવાસે હતા. તે દરમિયાન તેમણે સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ થયેલી કાર્યવાહી મામલે પણ વિરોધ વ્યક્ત કર્યો હતો.મનિષ સિસોદિયાએ કહ્યું હતું કે પહેલા પણ મારા ઘરે CBIની ટીમ મોકલી હતી. જેટલી તપાસ કરવા માગો તેટલી કરી શકો છો.ત્યારે પણ કઈજ મળ્યું ન હતું હવે તપાસ કરાવશે તો પણ નહી મળે કારણ કે હાલ એવા આરોપો મુકાઇ રહ્યા છે કે અમે શાળાઓ બનાવાયમાં ભ્રષ્ટાચાર કર્યો છે પણ આપને કહી દઉ કે કોઇ જ ગેરરીતિ નથી કરી આ વખતે પણ તપાસમાં કંઇ મળવાનું નથી.સવાલ એ છે કે ગુજરાતમાં શાળાઓ ખખડધજ છે તેની તપાસ કેમ થતી નથી.

મનીષ સિસોદિયાના ભાજપ સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે વડોદરામાં દિલ્લી અને ગુજરાતની શાળાઓનુ એક્ઝિબિશન બતાવાયુ, ગુજરાતમાં  27 વર્ષના ભાજપના સાશનની શાળા બતાવવામાં આવી તેની સામે  દિલ્લીની શાળાઓ પણ બતાવવામાં આવી. ગુજરાતમાં ભાજપ 27 વર્ષમાં સારી શાળા ન બનાવી શકી હોવાનો દાવો કરી કહ્યું કે જો દિલ્લીમાં 5 વર્ષમાં શાળાની સ્થિતિ બદલાઈ શકતી હોય તો ગુજરાતમાં કેમ નહી ?

 

(9:40 pm IST)