Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

કાનપુર હિંસામાં આરોપીઓ સામે ગેંગસ્ટર એક્ટ હેઠળ થશે કાર્યવાહી: 18 આરોપીઓની ધરપકડ

જૂથ અથડામણ બાદ પોલીસ પર થયેલ પથ્થરમારાને કારણે વિસ્તારમાં ભારેલા અગ્નિની સ્થિતિ

ઉત્તર પ્રદેશમાં કાનપુર ખાતે બે લઘુમતી સમુદાયો વચ્ચે થયેલ બબાલ અંતે પોલીસકર્મીઓ સુધી પહોંચી ગઈ છે. આ ઘટનામાં પોલીસ કર્મચારીઓ ઉપર પણ પથ્થરમારો કરવામાં આવ્યો છે. આ ઘટનાક્રમમાં 2 લોકો ઘાયલ થયા છે. જૂથ અથડામણ બાદ પોલીસ પર થયેલ પથ્થરમારાને કારણે વિસ્તારમાં ભારેલા અગ્નિની સ્થિતિ સર્જાઈ છે. અત્યાર સુધી રમખાણોમાં સામેલ 18 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓ સામે ગેંગસ્ટર એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે તેમ યુપીના એડીજી પ્રશાંત કુમારે કહ્યું છે

  ADG કાયદો અને વ્યવસ્થાએ કહ્યું કે કાનપુર નગરના બેકનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શુક્રવારની નમાજ પછી કેટલાક લોકોએ ત્યાં દુકાનો બંધ કરવાનો પ્રયાસ કર્યો જેનો બીજી બાજુના લોકોએ વિરોધ કર્યો. આ બાબતે એકબીજા વચ્ચે ઝઘડો થયો હતો અને પથ્થરમારાની ઘટના બની હતી. આ માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ દળે પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ કમિશનર સહિત અન્ય અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને જરૂરી બળનો ઉપયોગ કરીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.

 

(9:57 pm IST)