Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

મોદી સૌથી લાંબા સમય સુધી પીએમ રહેનારા ગેરકોંગ્રેસી નેતા બન્યા

વાજપેયી સતત ૨૨૫૬ દિવસો અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ ૨૨૬૦ દિવસ સુધી વડાપ્રધાન રહ્યા છે

નવી દિલ્હી તા. ૩ :વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ પર વધુ એક રેકોર્ડ બની ગયો છે. નરેન્દ્ર મોદીએ બીજેપીના સૌથી લાંબા સમય માટે વડાપ્રધાન બનવાનો રેકોર્ડ બનાવી લીધો છે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો રેકોર્ડ પીએમ મોદીએ તોળ્યો છે. પીએમ મોદી સૌથી લાંબા સમય સુધી પીએમ રહેનારા ગેરકોંગ્રેસી નેતા બની ગયા છે.

અટલ બિહારી વાજપેયી સતત ૨૨૫૬ દિવસો સુધી દેશના વડાપ્રધાન રહ્યા હતા. ૧૯ માર્ચ ૧૯૯૮ અટલ બિહારી વાજપેયી દેશના વડાપ્રધાન બન્યા હતા જે સતત ૨૨ મે ૨૦૦૪ સુધી દેશના વડાપ્રધાન રહ્યા. વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યાર સુધી ૨૨૬૦ દિવસ સુધી વડાપ્રધાન રહ્યા છે. નરેન્દ્ર મોદી સૌથી વધારે સમય માટે વડાપ્રધાન બનનારા બીજેપીના અને ગેર કોંગ્રેસી વડાપ્રધાન બન્યા છે. પીએમ મોદીનો કાર્યકાળ ૨૬ મે ૨૦૧૪થી શરૂ થયો હતો જે અત્યાર સુધી ચાલુ જ છે. મહત્વનું છે કે, વર્ષ ૨૦૧૪માં બીજેપી પ્રચંડ બહુમત સાથે સત્તામાં આવી હતી. જે બાદ ૨૬ મે ૨૦૧૪ના રોજ પીએમ મોદીએ વડાપ્રધાન પદની શપથ લીધી હતી. તેમનો પહેલો કાર્યકાળ વર્ષ ૨૦૧૯માં ખત્મ થયો હતો.

આઝાદી પછી ૧૯૪૭થી લઇને ૨૦૨૦ સુધી અત્યાર સુધી દેશને ૧૫ વડાપ્રાધાન મળ્યા છે. દેશના સૌથી પહેલા વડાપ્રધાન જવાહરલાલ નેહરૂના નામે દેશના સૌથી લાંબા સમય માટે વડાપ્રાધાન રહેવાનો રેકોર્ડ છે. જવાહરલાલ નેહરૂના નિધન પહેલા કેઓ ૬૧૩૦ દિવસો સુધી દેશના વડાપ્રધાન રહ્યા હતા.

જવાહર લાલ નેહરૂ બાદ ઇન્દિરા ગાંધી દેશના બીજા સૌથી વધુ સમય સુધી રહેનારા વડાપ્રધાન બન્યા. દેશના પહેલા મહિલા વડાપ્રધાન તરીકે ઇન્દિરાના નામે ૫૮૨૯ દિવસો સુધી વડાપ્રધાન થવાનો રેકોર્ડ છે. તેઓ ૨૪ જાન્યુઆરી ૧૯૬૬થી ૨૪ માર્ચ ૧૯૭૭ સુધી એટલે ૧૧ વર્ષ ૫૯ દિવસ સુધી સતત પીએમ રહ્યા. જે બાદ બીજીવાર ૧૪ જાન્યુઆરી ૧૯૮૦થી ૩૧ ઓકટોબર ૧૯૮૪ સુધી પીએમનું પદ સંભાળ્યુ હતુ.

ઇન્દિરા ગાંધી બાદ ડોકટર મનમોહનસિંહ સૌથી લાંબા સમય માટે દેશના વડાપ્રધાન બન્યા હતા. મનમોહનસિંહે યુપીએ ૧ અને યુપીએ ૨ દરમિયાન વર્ષ ૨૦૦૪થી ૨૦૧૪ સુધી એટલે ૧૦ વર્ષ વડાપ્રધાન બન્યા હતા. તેમના નામ પર ૩૬૫૬ દિનો સુધી વડાપ્રધાન બની રહેવાનો રેકોર્ડ છે.

(9:53 am IST)