Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

રાજકોટમાં કોરોનાએ બે દિ'માં ૨૩ જીવ લીધા

રવિવાર અને સોમવારે સતત એક પછી એક દર્દીના મોત થતાં રહ્યાઃ ફફડાટ

રાજકોટ તા. ૩: કોરોનાએ કહેર વર્તાવવાનું ચાલુ જ રાખ્યું છે. રવિવાર અને સોમવારના દિવસમાં કોરોનાની સારવાર હેઠળ રહેતાં ૨૩ દર્દીના ટપોટપ મોત નિપજતાં ફફડાટ ફેલાઇ ગયો છે.

જેના મોત નિપજ્યા છે તેમાં ધોરાજીના જેન્તીભાઇ ધનજીભાઇ વૈષ્ણવ (ઉ.વ.૬૦), ગોંડલ માંડણકુંડલાના ગોગનભાઇ રૂખડભાઇ પારખીયા (ઉ.વ.૬૫), રાજકોટ કોઠારીયા રોડ મેહુલનગરના રમેશભાઇ કનૈયાલાલ પારેખ (ઉ.વ.૫૮), સર્વેશ્વર ચોકના પ્રતિભાબેન લક્ષ્મીકાંત રાજાણી (ઉ.વ.૭૧), મોરબી રોડ રોણકીના વેચાંતભાઇ ચનાભાઇ રાઠવા (ઉ.વ.૪૦), રાજકોટ આર્યનગરના રવજીભાઇ રણછોડભાઇ લુણાગરીયા (ઉ.વ.૭૦), લક્ષ્મીવાડીના જયંતિભાઇ મોનભાઇ દક્ષિણી (ઉ.વ.૭૮), ગાંધીગ્રામના પ્રેમિલાબેન ત્રિભોવનદાસ રાઠોડ (ઉ.વ.૭૮), ન્યુ કોલેજવાડીના દુધીબેન પરષોત્તમભાઇ ભછમાણી (ઉ.વ.૮૫), રાજરાજેશ્વરી પાર્કના સવિતાબેન લાલજીભાઇ ધનેસા (ઉ.વ.૮૨),  ગોંડલ સુમરા સોસાયટીના રસુલમિંયા મજીદમિંયા નાગાણી (ઉ.વ.૫૨), ધ્રંાગધ્રાના જેન્તીભાઇ નારણદાસ પુજારા (ઉ.વ.૭૮), કાલાવડ રોડના રમેશભાઇ ત્રિકમદાસ રાસડીયા (ઉ.વ.૬૩), શ્રોફ રોડના મધુકાંતાબેન વૃજલાલભાઇ આડેસરા (ઉ.વ.૬૯), કામરેજ સુરતના કિશોરભાઇ છગનભાઇ સેરમા (ઉ.વ.૫૫), કિડવાઇ નગર રાજકોટના સજ્જનબા ભાવસિંહજી ભટ્ટી (ઉ.વ.૭૦), જુનાગઢના શકુરભાઇ  સાલેમહમદભાઇ પોપટીયા (ઉ.વ.૭૦), જસદણના રવજીભાઇ બચુભાઇ રામોલીયા (ઉ.વ.૭૨), ગોંડલ મોવૈયાના મંજુલાબેન ધીરજગીરી ગીરનારી  (ઉ.વ.૬૦), રાજકોટ દાસીજીવણપરાના અજીતભાઇ જીવાભાઇ બગડા (ઉ.વ.૬૮) તથા કાલાવડ રોડના જેન્તીલાલ ગિરધરભાઇ અગ્રાવત (ઉ.વ.૭૫)નો સમાવેશ થાય છે.

આ ઉપરાંત આજ સવારથી બપોર સુધીમાં સિવિલ હોસ્પિટલ કોવિડ સેન્ટરમાં વધુ બે દર્દી ગોંડલના વેકરીના હંસાબેન પાંચાભાઇ પાનસુરિયા (ઉ.વ.૭૦) તથા રાજકોટ ગુંદાવાડીના દેવજીભાઇ ગંગાદાસભાઇ વઘાસીયા (ઉ.વ.૬૩)ના મોત નિપજ્યા હતાં. આમ બે દિવસમાં જ સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં ૨૩  દર્દીના મોત નિપજ્યા છે. તમામ મૃતદહેોને અંતિમવિધી માટે ફાયર બ્રિગેડને સોંપવામાં આવ્યા હતાં.

(3:17 pm IST)