Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

ભારતમાં સતત પાંચમા દિવસે 50 હજારથી વધુ નવા કેસ : મૃતકોની સંખ્યા 38,135

અમેરિકા અને બ્રાઝિલ બાદ ભારતમાં કોરોનાના સૌથી વધુ કેસ

નવી દિલ્હી : કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ  ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 52,972 નવા કેસ સામે આવ્યા છે અને 771 લોકોના કોવિડ-19ને કારણે મૃત્યુ થયાં છે.છેલ્લા ચાર દિવસથી સતત ભારતમાં પ્રતિદિન 50 હજારથી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે.

મંત્રાલય અનુસાર, છેલ્લા 15 દિવસમાં કોરોનાના નવા કેસ સામે આવવાનો રોજનો દર સતત વધ્યો છે. જોકે ભારત સરકારનું કહેવું છે કે ભારતમાં કોરોનાનો રિકવરી રેટ અન્ય દેશની તુલનામાં ઘણો સારો છે.

સરકારી ડેટા અનુસાર, ભારતમાં હવે કોરોનાના સંક્રમણના કેસ વધીને 18 લાખ 3 હજારથી વધુ થઈ ગયા છે, જેમાં અંદાજે 11 લાખ 86 હજાર લોકો સંક્રમણ બાદ સાજા થઈ ગયા છે અને તેમને હૉસ્પિટલમાંથી રજા અપાઈ છે. જ્યારે 5 લાખ 79 હજારથી વધુ લોકોમાં હજુ પણ કોરોનાનાં લક્ષણ છે.

અમેરિકા અને બ્રાઝિલ બાદ ભારતમાં કોરોનાના સૌથી વધુ કેસ છે.ભારતમાં કોવિડ-19ને કારણે અત્યાર સુધીમાં 38,135 લોકોનાં મૃત્યુ થયાં છે.

(11:36 am IST)