Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

ભારતીયો ઇમ્યુનિટી સિસ્ટમ કોરોના હરાવી રહી છે

રીકવર રેટ થયો ટનાટનઃ ૧૮ લાખ કેસમાંથી ૧૧ લાખથી વધુ સ્વસ્થ થયા

નવી દિલ્હી તા. ૩ :.. ભારતમાં કોરોનાથી સ્વસ્થ રહેતા દર્દીઓની સંખ્યા ૧૧ લાખને પાર પહોંચી જેમાંથી અંદાજે એક લાખ લોકો બે દિવસમાં સ્વસ્થ થયા શનિવારે દેશમાં કોરોનાથી પ૧,૮૪પ લોકો સ્વસ્થ થયા, જયારે રવિવારે તે સંખ્યા ૪૦,૪૪૯ રહી છે.

આંકડા મુજબ જોઇએ તો દેશના કુલ ૧૮ર૦૩,ર૬૭ સંક્રમિત લોકોમાંથી ૩૮,૧પ૯ લોકોના મોત થયા છે. બીમારીનો મૃત્યુ દર આ સમયે ર.૧ર ટકા છે. દેશમાં દર્દીઓ ર૧.ર દિવસના બે ગણા રહ્યા છે. કોવિડ-૧૯ પર બનેલી રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સના પ્રમુખ નીતિ પંચના સભ્ય વી. કે. પોલનું કહેવું. છે કે કોરોનાની મહામારી પર ભારતની પ્રતિક્રિયાનો સંકેત સામાજિક સ્તર પર અને હોસ્પિટલોમાં દેખભાળ સહિત વિવિધ સ્તરો પર સુધારો જોવા મળ્યો છે.

તેઓએ કહયું તે જણાવે છે કે આપણે પોઝીટીવ કેસોની દેખભાળ કરવાનું શીખી લીધું છે, ધૈર્યથી કામ કેવી રીતે લેવું અને શું કરવું શંુ નહિ. અને આરોગ્ય રીતે વધુ સંગઠીત અને વ્યવસ્થિત ઉપચાર પ્રદાન કરવાના સક્ષમ છે.

આંકડાને જોઇને માનવામાં આવી રહયું છે કે જયારે આ મહામારી ખત્મ થવાના કદાર પર હશે.

ત્યારે દેશમાં સ્વસ્થ થવાનો દર ૯૦ ટકાથી વધુ હશે. આ ઉપરાંત મૃત્યુદર ર-૩ ટકા વચ્ચે થવાની આશંકા છે. આવી જ રીતે જર્મનીમાં બે લાખ સંક્રમણના કેસ સામે આવી ચૂકયા છે. જેના હજુ ફકત ૮૩૦૦ એકિટવ કેસ છે રિકવરી  રેટ ૯૧ ટકા છે.

સૌથી વધુ પ્રભાવીત થનારા દશ દેશોના સંક્રમણ, રિકવર રેટ અને મૃત્યુદરને જોવામાં આવે તો તેમાંથી અમેરિકામાં ફકત પ૦ ટકાનો રિકવરી રેટ છે એક ઓગસ્ટ સુધી ભારતના પ,૭૯,૧૮૩ એકિટવ કેસ છે. જે  કુલ કેસના ૩ર.૧ર ટકા છે. વર્તમાન દરના હિસાબથી જોઇએ એકિટવ કેસની બે-ગણા હોવાની રફતાર ર૭.૩ દિવસ છે.

તેઓએ કહયું જો પોઝીટીવ કેસોની સંખ્યા વધે તો સ્વસ્થ થવાનો દર સ્વચાલિત રૂપથી ધીમી રહેશે તેના જ કારણે તે જણાવે છે કે, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ વગેરે જેવા રાજયોમાં રિકવરી રેટ ઓછો કેમ છે, બીજી બાજુ જે રાજયોમાં વધુ રિકવર થઇ રહ્યા છે તેમાં રોજના આવતા કેસ ઓછા થઇ રહ્યા છે.

(11:38 am IST)