Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

જર્મનીમાં કોરોનાને લગતા પ્રતિબંધથી લોકો રસ્તામાં ઉતર્યા : વિશાળ પ્રદર્શન

માસ્ક પહેરવો,ચહેરાના ઢાંકી રાખવો એ લોકોના અધિકાર અને સ્વતંત્રતાનું ઉલ્લંઘન

.જર્મનીની રાજધાની બર્લિનમાં શનિવારે હજારો લોકો કોરોના સાથે જોડાયેલા પ્રતિબંધ વિરુદ્ધ રસ્તા પર ઊતરી આવ્યા છે

આ પ્રદર્શનકારીઓનું કહેવું છે કે સરકારે કોરોનાને લગતા જે પ્રતિબંધ લગાવ્યા છે, જેવા કે માસ્ક પહેરવો અથવા ચહેરો ઢાંકી રાખવો, એ લોકોનાં અધિકાર અને એમની સ્વતંત્રતાનું ઉલ્લંઘન છે.

પ્રદર્શન દરમિયાન બર્લિનના બ્રૅડનબર્ગ ગેટ પાસે હજારો લોકોની ભીડ જોવા મળી હતી .

જોકે પ્રદર્શન શાંતિપૂર્ણ હતું પરંતુ આ દરમિયાન કેટલાક જ લોકોએ ચહેરા પર માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા જોવા મળ્યા હતા. 

(11:41 am IST)