Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

મમતા ઘા મારવાની તૈયારીમાં: તૃણમુલમાં વાપસી કરી શકે છે ભાજપના ર૧ નેતાઓ

પ.બંગાળમાં જોવા મળશે રિવર્સ ટ્રેન્ડઃ ૪ સાંસદો અને એક ધારાસભ્ય ભાજપ છોડવાની તૈયારીમાં

કોલકતા તા. ૩ :.. પ.બંગાળ ભાજપના ર૧ નેતાઓ તૃણમુલ કોંગ્રેસ (ટીએમસી) માં સામેલ થઇ શકે છે. જેમાં ૪ સાંસદો, ૧ ધારાસભ્ય અને ૧૬ કોર્પોરેટરોનો સમાવેશ થાય છે.

સુત્રોનું માનીએ તો આમાંથી મોટાભાગના તૃણમુલ છોડી ભાજપમાં જોડાયા હતાં અને હવે તેઓ ઘર વાસીની યોજના બનાવી રહ્યા છે.

જો આવું થાય તો પ.બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપને મોટો ફટકો પડી શકે છે.

સુત્રોના કહેવા મુજબ કુલ ર૧ ભાજપના નેતા તૃણમુલમાં સામેલ થઇ શકે છે.

જેમાં ૪ સાંસદોમાંથી ત્રણ એવા સાંસદે જેમણે લોકસભાની ચૂંટણી પહેલા કે પછી ભાજપનો કેસરીયો ધારણ કર્યો હતો આ સિવાય એક ધારાસભ્ય પણ ભાજપ છોડવાની તૈયારીમાં છે.

એક ભાજપના સાંસદ, જેઓ બેવાર સાંસદ રહી ચૂકયા છે અને પ.બંગાળથી છે. તેઓ ૩ મહિનાથી તૃણમુલના સંપર્કમાં છે.

(11:41 am IST)