Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

મૅક્સિકોમાં કોવિડ-19થી અત્યાર સુધી 46,204 લોકોના મૃત્યુ: મૃતકોની સંખ્યામાં વિશ્વમાં ત્રીજાક્રમે

મૅક્સિકોમાં અત્યાર સુધી 4,24,637 લોકો કોરોના વાઇરસથી સંક્રમિત

લૅટિન અમેરિકન દેશ મૅક્સિકોમાં કોરોના વાઇરસથી સંક્રમિત થઈ મૃત્યુ પામનારાઓની સંખ્યાની દ્રષ્ટિએ વિશ્વમાં ત્રીજા નંબરે પહોંચી ગયો છે. આ પહેલાં અમેરિકા અને બ્રાઝિલનો ક્રમ છે.

મૅક્સિકોમાં અત્યાર સુધી 4,24,637 લોકો કોરોના વાઇરસથી સંક્રમિત થયા છે, જેમાંથી 46,688 લોકોનાં મૃત્યુ થયાં છે.આના પહેલાં ત્રીજા સ્થાન પર બ્રિટન હતું જ્યાં 46,204 લોકોનાં મૃત્યુ થયાં છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાએ ચેતવણી આપી છે કે આ મહામારીની અસર આવનારા દાયકાઓ સુધી રહેશે.

મૅક્સિકોમાં વહીવટી અધિકારીઓએ કહ્યું છે કે એ શક્ય છે કે મૅક્સિકોમાં કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યા અત્યાર સુધી નોંધાયેલા કેસ કરતાં ઘણી વધારે છે

(12:04 pm IST)