Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમનો કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ

તેમણે ખુદ ટ્વીટ કરીને જાણકારી આપી : હાલ હોમ ક્વોરન્ટીન

નવી દિલ્હી : કોરોના વાયરસ ભારતમાં ખતરનાક રીતે આગળ વધી રહ્યો છે. ગત 24 કલાકની અંદર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત ભાઈ શાહ સહીત અનેક મોટા નેતા કોરોના સંક્રમિત મળી આવ્યા છે. જેમાં હવે કોંગ્રેસના દિગ્ગજ નેતા પી.ચિદમ્બરમના પુત્રી કાર્તિ ચિદમ્બરમનું નામ પણ જોડાયું છે. કાર્તિ ચિદમ્બરમાં પોતાના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાની જાણકારી ટ્વિટ કરીને આપી હતી. સાથે જ તેમણે જણાવ્યું હતું કે તે હાલ હોમ ક્વૉરન્ટીન છે. અને તેમના સંપર્કમાં આવેલા તમામ લોકો પણ પોતાનો કોરોના ટેસ્ટ કરાવે.

 

(12:26 pm IST)