Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

દેશમાં ૨ કરોડ કોરોના ટેસ્ટ થયાઃ વિશ્વમાં વધુ કેસોમાં અમેરીકા પછી બીજા નંબરે ભારતઃ કર્ણાટકના મુખ્યમંત્રીના પગલે તેની પુત્રીનેય કોરોના

કોરોના ઇન્ડિયા લાઇવ ૧૮.૦૪  લાખ કેસઃ કર્ણાટકના  મુખ્યમંત્રી  યેદીયુરપ્પાની દિકરી સંક્રમીત, મણીપાલ હોસ્પિટલમાં દાખલઃ ગઇકાલે યેદીયુરપ્પાનો રીપોર્ટ પોઝટીવ આવ્યો હતો છે. દેશભરમાં આજે બે પ્રકારના ટેસ્ટ થઇ રહયા છે. RTPCR અને એન્ટીજનઃ જે એન્ટીજન ટેસ્ટના પરીણામ ૩૫ % ખોટા, દિલ્હીમાં એ જ ટેસ્ટ વધાર્યા તો નવા દર્દીમાં ઘટાડોઃ કુલ ૨ કરોડ ટેસ્ટ દેશમાં થયાઃ દેશમાં અત્યાર સુધી ૩૮૧૬૧ લોકોના મોત થયા, ૧૧.૮૭ લાખ લોકો સાજા થયાઃ કુલ કેસ ૧૮.૦૪ લાખ ગઇ કાલે એક જ દિવસમાં ૫૨,૫૫૧ કેસ જે વિશ્વમાં અમેરીકા પછી બીજા નંબરે છે. અમેરીકામાં ૫૮૯૪૭, ભારત ૫૨૯૭૨ અને બ્રાઝીલ ત્રીજા નંબરે ૨૫,૮૦૦ કેસ ધરાવે છે. ચીનમાં નવા માત્ર ૪૩ કેસ છે.

(12:48 pm IST)