Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મીટિંગ બાદ માઈક્રોસોફ્ટે કહ્યું- ટિકટોક ખરીદવા માટે વાટાઘાટો ચાલુ છે

માઈક્રોસોફ્ટ અમેરિકામાં ટિકટોકને ખરીદી શકે તેવી સંભાવના

નવી દિલ્હી : ભારતમાં સુરક્ષાના કારણોસર ટિકટોક પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જ્યારે અમેરિકામાં પણ ટિકટોક પર પ્રતિબંધની શક્યતાઓ જોવાઈ રહી છે. આ વચ્ચે માઈક્રોસોફ્ટ અમેરિકામાં ટિકટોકને ખરીદી શકે તેવી સંભાવનાઓ છે. માઈક્રોસોફ્ટે રવિવારે ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની બાદ બાદ કહ્યું કે, ટિકટોકના અમેરિકી ઓપરેશનને ખરીદવા માટે વાટાઘાટો ચાલુ છે.

(12:49 pm IST)