Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

છ બેંકોમાંથી પોતાનો હિસ્સો વેચશે : સરકાર

આ પ્રક્રિયા માટે એસબીઆઇ, પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ બરોડા, કેનરા બેંક, યુનિયન બેંક ઓફ ઇન્ડીયા અને બેંક ઓફ ઇન્ડીયાને સીલેકટ કરવામાં આવી છે

મુંબઇ, તા. ૩ : સરકારમાં સાર્વજનિક ક્ષેત્રની બેંકોમાંનો પોતાનો હિસ્સો વેચવા બાબતે ચર્ચા ચાલી રહી છે, પણ રિઝર્વ બેંકે નજીકના ભવિષ્યમાં બેકીંગ સેકટર ખાનગી સેકટરો માટે સંપૂર્ણ પણે ખોલવા બાબતે ચિંતા વ્યકત કરી છે.

આ બાબતોથી માહિતગાર એક વ્યકિતએ કહ્યું કે બેકીંગ નિયામકનું માનવું છે કે જો વર્તમાન સ્થિતિમાં જાહેર ક્ષેત્રેની બેંકોનું ખાનગીકરણ કરવામાં આવશે તો તેના પરિણામો આઇડીબીઆઇ બેંક જેવા આવી શકે છે, જેમાં ભારતીય જીવન વિમા નિગમ (એલઆઇસી) એ સરકાર પાસેથી પ૧ ટકા ભાગીદારી ખરીદવી પડી હતી.

રિઝર્વ બેંકે વિનિવેશ લક્ષ ર.૧ કલાખ કરોડ રૂપિયાની નજીક પહોંચવા માટે સરકારને ટોચની છ જાહેર ક્ષેત્રેની બેંકોમાં પોતાનો હિસ્સો આગામી ૧ર થી ૧૮ મહિનામાં ઘટડાીને પ૧ ટકા કરવાનું સૂચન કર્યુ છે. આ પ્રક્રિયા માટે એસબીઆઇ, પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ બરોડા, કેનરા બેંક, યુનિયન બેંક ઓફ ઇન્ડીયા અને બેંક ઓફ ઇન્ડીયાને સીલેકટ કરવામાં આવી છે. આ મામલાથી માહિતગાર શખ્સે કહ્યું કે સરકારે આરબીઆઇના સુચનને સકારાત્મક રીતે લીધું છે.

(2:47 pm IST)