Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

અદાલતના કન્ટેમ્પ્ટની મુખ્ય જોગવાઇ ગેરબંધારણીય છેઃ એન રામ, અરૂણ શૌરી અને પ્રશાંત ભૂષણે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી

અદાલતની અવમાનનાના કાયદાની મૂળ જોગવાઇ રદ કરવા માટે દાદ માગતી પિટિશન દાખલ કરાઇ

નવી દિલ્હી તા. ૩: ધ હિંદુના પૂર્વ તંત્રી એન રામ, પૂર્વ કેન્દ્રીય પ્રધાન અરૂણ શૌરી અને સિનીયર એડવોકેટ પ્રશાંત ભૂષણે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ એકટ ૧૯૭૧ની પેટા કલમની સંવૈધાનિકતાને પડકારતી એક પિટિશન સુપ્રીમકોર્ટમાં દાખલ કરી છે. આ રિટ પિટિશનમાં કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ એકટની કલમ-ર (સી) (આઇ) ને પડકારવામાં આવી છે અને જણાવાયું છે કે આ કલમ વાણી સ્વાતંત્રના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરે છે અને તે અસ્પષ્ટ અને દેખિતી રીતે આપખુદ છે.

પ્રશાંત ભૂષણ સામે સુપ્રીમ કોર્ટ સમક્ષ બે ગુનાહિત કન્ટેમ્પ્ટની કાર્યવાહી ચાલી રહી છે જયારે અરૂણ શૌરી અને એન રામે ભૂતકાળમાં આવી કાર્યવાહીનો સામનો કર્યો હતો, ભૂષણ સામે તાજેતરના બે ટ્વીટ્સ અંગે અવમાનનાની કાર્યવાહી કરવામાં આવી છે જયારે બીજો એક કેસ ર૦૦૯ થી પડતર છે અને ૮ વર્ષ સુધી પડતર છે અને ૮ વર્ષ સુધી પડતર રહ્યાં બાદ કાલે ૪, ઓગસ્ટે તેની સુનાવણી થનાર છે.

(2:48 pm IST)