Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

રામ મંદિરના બધા પુજારીને કોરોના

દિગ્વિજયસિંહ કહે છે ૫ ઓગષ્ટનું અશુભ મુહુર્ત હોઇ કાર્યક્રમ ટાળી નાખોઃ હઠધર્મિતાના અપનાવોઃ ભાજપના અનેક નેતા બન્યા સંક્રમીત

નવી દિલ્હીઃ રામ મંદિરના મુખ્ય પુજારી સહિત તમામને કોરોના પોઝીટીવ આવ્યાના અહેવાલો મળે છે. દરમિયાન કોંગ્રેસના પુર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતા શ્રી દિગ્વિજયસિંહે કહ્યું છે કે સનાતન હિન્દુ ધર્મની માન્યતાને નજર અંદાજ કરવાનું આ પરિણામ છે. તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીને ભૂમિ પુજન કાર્યક્રમ ટાળવા અપીલ કરી છે અને સાથે જ કહ્યું કે ગૃહમંત્રી અમિતભાઇ શાહ, ભાજપના યુપીના અધ્યક્ષ સ્વતંત્ર દેવસિંહ, કર્ણાટકના મુખ્યમંત્રી યેદિયુરપ્પા અને તેના પુત્રી, મ.પ્ર.ના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને મ.પ્ર. ભાજપ અધ્યક્ષ તથા અયોધ્યાના રામ મંદિરના તમામ પુજારીને કોરોના પોઝીટીવ આવ્યો છેે. ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી હજુ કેટલાને હોસ્પિટલ મોકલવા માટે છે? દિગ્વિજયસિંહ કહે છે કે ૫ ઓગષ્ટના ભગવાન રામના મંદિર શિલાયન્સના અશુભ મુહૂર્ત અંગે વિસ્તારથી દ્વારકાપીઠના શંકરાચાર્ય જગદ્દગુરૂ પૂજય સ્વામી સ્વરૂપાનંદજી મહારાજે સાવચેત કરેલ છે. મોદીજી સુવિધા માટે આ અશુભ મુહૂર્ત કાઢવામાં આવ્યુ છે. એટલે કે મોદીજી  હિન્દુ ધમૃની હજારો વર્ષની સ્થાપિત માન્યતાઓથી મોટા છે? શું આ હિન્દુત્વ છે? તેમણે પૂછયુ છે કે મોદીજી આપ અશુભ મુહૂર્તમાં ભગવાન રામ મંદિરનો શિલાન્યાસ કરી કેટલા લોકોને હોસ્પિટલે મોકલવા માગો છો?

એક ટ્વીટમાં દિગ્વિજયસિંહ કહે છે કે ભગવાન રામ કરોડો હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર છે. સેંકડો વર્ષના સંઘર્ષ પછી ભગવાન રામમંદિર નિર્માણનો યોગ આવ્યો છે. આપની હઠને લીધે તેમાં વિઘ્ન સર્જાતા અટકાવો.

તેમણે કહ્યુ કે આ સંજોગોમાં શું ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અને ભારતના વડાપ્રધાને કોરોનટાઈન થવુ ન જોઈએ? કોરોન્ટાઈનમાં જવાનું ફરજીયાત માત્ર આમ જનતા માટે જ છે? વડાપ્રધાન - મુખ્યમંત્રી માટે નથી? એબીપી ન્યુઝ સંસ્થાનો હેવાલ વધુમાં દિગ્વિજયને ટાંકીને લખે છે કે ઉ.પ્ર.ની મહિલા પ્રધાનનું કોરોનાથી મોત થયુ. ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ ભાજપના અધ્યક્ષને કોરોના થયો, કર્ણાટક અને મ.પ્ર.ના ભાજપના મુ.મંત્રીને કોરોના વળગ્યો, ખુદ ભારતના ગૃહપ્રધાન કોરોનામાં છે તો આ સંજોગોમાં વડાપ્રધાન અને યુપીના મુખ્યમંત્રીએ કોરોન્ટાઈન ન થવુ જોઈએ?

(2:50 pm IST)