Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

શ્રી રામ મંદિરના ભૂમિપૂજન અનુષ્ઠાનનો પ્રારંભ

અયોધ્યામાં આજે સાંજથી જ દિપોત્સવની તૈયારી :દિવાળી જેવું વાતાવરણઃ સમગ્ર અયોધ્યામાં ઉલ્લાસપૂર્ણ વાતાવરણ

અયોધ્યા તા.૩ : સમગ્ર અયોધ્યાનગરી રામલલાના ભવ્ય મંદિરના નિર્માણમાં ઉલ્લાસમાં ડુબેલી દેખાઇ રહી છે. ઘર ઘરમાં તૈયારીઓ અને ઉલ્લ્સાનું વાતાવરણ છે. ભુમિપુજનની પહેલા અયોધ્યા રામમય બની ગઇ છે. મંદિરોને રંગરોગાન કરવામાં આવ્યા છે.

 રોડ અને ઘરની છતો પર ભગવા પતાકાઓ લહેરાઇ રહી છે. દિવાલો પર રામાયણ કાળના નયનાભિરામ દ્રશ્યો રામનગરીની અલૌકિકતા દર્શાવી રહયા છે. ટ્રસ્ટ તરફથી જગ્યાએ જગ્યાએ તોરણ દ્વાર બનાવાય છે.ટ્રસ્ટ તરફથી ભુમિપુજનનો સંયોજક આચાર્યઇન્દ્રદેવ કહે છે કે ગણપતિ પુજન પછી પહેલા દિવસે સોમવારે અનુષ્ઠાન શરૂ થશે. પછી વડાપ્રધાન મોદીનાઆવતા પહેલા પાંચ ઓગસ્ટે વેદી પુજન સંપન્ન કરી લેવાશે. તેઓ ૧ર વાગ્યા સુધીમાં શ્રી રામ જન્મભુમિના ગર્ભગૃહમાં આવશે. ત્યાર પછી સંકલ્પ લીધા પછી શુભમુહુર્તમાં ઠીક ૧ર.૧પ.૧પ પછી ૩ર સેકન્ડમાં પહેલી ઇંટ રાખશે.

શ્રી રામ જન્મભુમિના મુખ્ય પુજારી આચાર્ય સતેન્દ્રદાસ કહે છે. ભુમિપુજન પહેલા ૧ર મિનીટ સુધી વડાપ્રધાન મોદી રામલ્લાનું પુજન કરશે. હનુમાનગઢના પુજારી રાજુ દાસ કહે છે મોદી રામલલાની પુજા પહેલા હનુમાનગઢી આવીને ૭ મીનીટ સુધી પુજન કરશે.

અયોધ્યામાં આજે સાંજથી જ દિપોત્સવની તૈયારી અહીં દિવાળી જેવું વાતાવરણ બનાવવામાં આવશે એ દરમિયાન પ્રશાસન અપિલ પરરામનગરીના રપ સ્થાનો પર તૈયારી કરાઇ છે.,

જયારે વેપારી અને સમાજસેવી સંગઠનોએ ફૈઝાબાદમાં પણ બધા ત્રણ રસ્તા, ચાર રસ્તાઓપર દિપોત્સવી તૈયારીઓ સાથે લાઇટીંગ પણ સજાવી છે. શહેરમાં લાખો દિવાઓ પ્રગટાવવામાં આવશે. તો સામાન્ય લોકો પણ પોતાના ઘરની બહાર દિવાઓ પ્રગટાવશે. શ્રી રામ જન્મભુમિમાં સજાવટથી માંડીને ખાસ દિપોત્સવની તૈયારીઓની જવાબદારી અવધ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ લીધી છે.

(2:52 pm IST)