Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

કોરોના કેસ મામલે ભારતે યુએસ-બ્રાઝિલને પછાડ્યા

એક જ દિવસમાં સૌથી વધુ કેસ

નવી દિલ્હી, તા. ભારતમાં કોરોનાના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૫૨,૯૭૨ કેસ સામે આવ્યા છે અને ૭૭૧ દર્દીઓના મૃત્યુ થયા છે. એક દિવસમાં સર્વાધિક કેસ મામલે ભારતે અમેરિકા અને બ્રાઝિલને પણ પાછળ છોડી દીધા છે. તરફ અમેરિકામાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૯,૦૦૦ જ્યારે બ્રાઝિલમાં ૨૪,૦૦૦ નવા કેસ સામે આવ્યા છે. હવે દેશમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા ૧૮ લાખથી વધારે થઈ ગઈ છે અને તેમાંથી ૩૮,૧૩૫ લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં આશરે ૧૨ લાખ લોકો સાજા થઈ ગયા છે જ્યારે એક્ટિવ કેસની સંખ્યા .૭૯ લાખથી વધારે છે. કોરોના સંક્રમણની ગતિ મહારાષ્ટ્ર, દિલ્હી બાદ હવે બિહાર, ઉત્તર પ્રદેશ અને આંધ્ર પ્રદેશમાં પણ વધી રહી છે. અમેરિકામાં કુલ દર્દીઓની સંખ્યા ૪૮ લાખને પાર થઈ ગઈ છે અને તેમાંથી ,૫૮,૩૬૫ લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં ૨૩ લાખથી વધારે લોકો સાજા થઈ ગયા છે જ્યારે એક્ટિવ કેસની સંખ્યા ૨૨ લાખથી વધારે છે. કોરોનાના સૌથી વધારે કેસ અમેરિકામાં છે.

(11:03 pm IST)