Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

વડાપ્રધાન મોદીએ ત્રણ કલાક રોકાવ્‍યું હતુ રશીયા- યુક્રેન યુધ્‍ધ

પુતિને વડાપ્રધાનની વાત માની એટલે સુરક્ષિત નીકળી શકયા ભારતીય વિદ્યાર્થીઓઃ ભૂતપૂર્વ કેન્‍દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદનો દાવો

નવી દિલ્‍હીઃ ભૂતપૂર્વ કેન્‍દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે દાવો કર્યો છે કે પીએમ મોદીએ રશીયાના રાષ્‍ટ્રપતિ પુતિન અને યુક્રેનના રાષ્‍ટ્રપતિ જેલેન્‍સ્‍કી સાથે વાત કરીને બન્‍ને દેશો વચ્‍ચે ચાલતા યુધ્‍ધને ત્રણ કલાક રોકાવ્‍યું હતું. ત્‍યારે ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેનથી સુરક્ષિત પાછા આવી શકયા હતા. તેમણે આ દાવો શુક્રવાર ૩ જૂન પટણામાં એક પ્રેસ કોન્‍ફરન્‍સમાં કર્યો હતો.
રવિશંકર પ્રસાદે પ્રેસ કોન્‍ફરન્‍સ દરમ્‍યાન વડાપ્રધાન મોદીના ભરપૂર વખાણ કરતા કહ્યું કે જયારે વિદ્યાર્થીઓ ત્‍યાં ફસાયા હતા. ત્‍યારે આપણને ખબર પડી કે બિહારના આટલા બધા બાળકો યુક્રેનમાં ભણે છે. મારિયોપોલમાં ભારત અને બિહારના વિદ્યાર્થીઓ ફસાયા હતા અને ત્‍યાં લડાઈ ચાલી રહી હતી. ત્‍યારે આપણી વિદેશનીતિ ચલાવનારાઓએ વડાપ્રધાનને કહ્યું કે આમાં તો આપે જ વાત કરવી પડશે.
પ્રસાદે કહ્યું, ‘‘ત્‍યારે મોદીજીએ પુતિન સાથે વાત કરી અને પછી જેલેન્‍સ્‍કી સાથે વાત કરી બન્‍ને લડાઈને રોકો, અમારા વિદ્યાર્થીઓને અમારે બહાર કાઢવાના છે. તમને જાણીને ખુશી થશે કે બન્‍ને નેતાઓ સંમત થયા અને યુધ્‍ધને ત્રણ કલાક રોકવામા આવ્‍યું. પછી આપણા વિદ્યાર્થીઓને સલામત ભારત પાછા લાવવામાં આવ્‍યા

 

(3:17 pm IST)