Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

શુ તમારે જિમમા વર્ક આઉટ કર્યા વગર વજન ઘટાડવુ છે ? માત્ર કરો આ જીવનજરૂરી વસ્‍તુનુ સેવન વજન ફટાફટ ઉતરી જશે !

તરસ છીપાવવા સિવાય પાણી વજન ઘટાડવામા થંભી જાય છે પણ મદદરૂપ ! : ફકત આ રીતે કરો પાણીનુ સેવન થઈ જશો પાતળા

નવી દિલ્‍લીઃ આજની વ્‍યસ્‍ત જિંદગીમાં લોકો પોતાનાં સ્‍વાસ્‍થ્‍યનું ધ્‍યાન રાખતા નથી જેના કારણે લોકોનાં શરીરમાં ચરબીનુ પ્રમાણ વધી જતુ હોય છે. જેને કારણે વજનમા પણ વધારો થતો હોય છે. ત્‍યારે લોકો તેમના વજનને ઘટાડવા માંગે છે. પરંતુ કોઈ પણ કસરત કે જિમ ગયા વગર. તો તમને જણાવી દઈ કે ફક્‍ત પાણી પિવાથી પણ તમારા વજનમાં મહદઅંશે ઘટાડો થઈ શકે  છે.  હેલ્‍થ એક્‍સપર્ટના જણાવ્‍યા અનુસાર જમ્‍યા પહેલા પાણી પિવાથી ભુખ ઓછી લાગે છે અને તમારા વજનમાં આનાથી ઘટાડો થઈ શકે છે.

આજની વ્યસ્ત લાઈફમાં મોટાભાગના યુવાનોનું વજન ઝડપથી વધી રહ્યું છે, એવામાં વજન ઘટાડવું એકદમ સરળ નથી એના માટે સ્ટ્રિક્ટ ડાયટ અને જીમમાં ઘણી એક્સરસાઈઝ કરવી પડે છે. ત્યારે હવે જે લોકો વગર વર્કઆઉટે વજન ઘટાડાવા માંગે છે તેમને શું કરવું જોઇએ આવો જાણીએ...

જીમમાં એક્સરસાઈઝ અને વજન ઘટાડવાનો ખોરાક ઉપરાંત એક એવી વસ્તુ છે જેનાથી વજન ઘટાડવાની પ્રોસેસ ઝડપી બને છે. આ વાત આપણે બધા જ જાણીએ છીએ કે, શરીરને સ્વસ્થ રાખવા માટે પાણી પીવું કેટલું જરૂરી છે, પરંતુ તે શરીરની અન્ય જરૂરિયાતોને પૂરી કરવાની સાથે સાથે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. પાણી પીવાથી શરીર હાઈડ્રેટ રહે છે. આહારથી મળતા જરૂરી પોષક તત્વો અલગ-અલગ સેલ્સ સુધી પહોંચી જાય છે. સાથે જ ટોક્સિન્સને દૂર કરવામાં મદદ મળે છે અને મેટાબોલિઝમ સહિત પાચન તંત્ર પણ સારી રીતે કામ કરે છે.

હેલ્થ એક્સપર્ટના જણાવ્યા અનુસાર, દરરોજ લગભગ 7 થી 8 ગ્લાસ પાણી પીવું જોઇએ કેમ કે, તેનાથી વજન પણ ઘટે છે. જો તમે ભોજન કરતા પહેલા પાણી પીવો છો તો તેની અસર એ થશે કે તમે ખાવાનું ઓછું ખાશો અને કેલેરી ઇન્ટેક પણ ઓછું થશે અને દરરોજ તમે થોડું થોડું વજન ઓછું કરશો. જો કે, આ સાથે તમારે વધારે ઓયલી અને વધારે ગળ્યું ખાવાનું ખાવાથી દૂર રહેવું પડશે. વજન ઘટાડવા ઉપરાંત પાણી દ્વારા ચહેરાનો ગ્લો પાછો લાવી શકાય છે.

પૂરતું પાણી પીધા વિના શરીરમાં ચરબી અને કાર્બોહાઈડ્રેટનું યોગ્ય રીતથી મેટાબોલાઈઝ્ડ થશે નહીં. જ્યારે ફેટ મોટાબોલાઈઝ થાય છે. ત્યારે આ પ્રોસેસને લિપોલીસીસ કહે છે.

(5:24 pm IST)