Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

દક્ષિણ પશ્ચિમી ચોમાસુ નક્કી સમય કરતા ચાર દિવસ પહેલાં પશ્ચિમ બંગાળ પહોંચ્યું

પૂર્વોત્તર રાજ્યો અને ઉપ-હિમાલયી બંગાળમાં ભારે વરસાદની આગાહી

નવી દિલ્હીઃ દક્ષિણ પશ્ચિમી મોનસૂન નક્કી સમય કરતા ચાર દિવસ પહેલાં પશ્ચિમ બંગાળ પહોંચી ગયું છે. તેવામાં પશ્ચિમ બંગાળના સમુદ્રી વિસ્તારમાં ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ અનુસાર પૂર્વોત્તર રાજ્યોમાં મોનસૂન પહોંચવાને કારણે અસમ અને મેઘાલયમાં વરસાદની સંભાવના છે. તો ઉચ્ચરી ઓડિશાના સમુદ્રી ભાગ અને પશ્ચિમ બંગાળના ગંગાવાળા ભાગ પર એક ચક્રવાત પરિભ્રમણ બનવા અને બંગાળની ખાડીથી પૂર્વોત્તર ભારત તરફ ઝડપી દક્ષિણ-પશ્ચિમી હવાઓ ચાલવાને કારણે આગામી પાંચ દિવસ દરમિયાન પૂર્વોત્તર રાજ્યો અને ઉપ-હિમાલયી બંગાળમાં ભારે વરસાદ થશે. 

હવામાન વિભાગે જણાવ્યું કે દક્ષિણ પશ્ચિમ મોનસૂન ઉત્તર-પશ્ચિમ બંગાળના ખાડીના કેટલાક ભાગ, બંગાળની ખાડીના ઉત્તરપૂર્વ અને પૂર્વ મધ્ય ભાગના કેટલાક વિસ્તારમાં આગળ વધ્યું છે સાથે તે મિઝોરમ, નાગાલેન્ડ અને મણિપુરના ઘણા વિસ્તારમાં પહોંચી ચુક્યું છે. મોનસૂનની શરૂઆતને કારણે 9 જૂનની સવાર સુધી કૂચબિહાર, જલપાઈગુડી, અલીપુરદ્વાર, દાર્જિલિંગ અને કલ્મિપોંગ જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. આગામી પાંચ દિવસ બંગાળના ગંગાવાળા જિલ્લામાં વીજળી ચમકવા સાથે હળવા વરસાદની સંભાવના છે. 

 

(10:30 pm IST)